Site icon Gramin Today

JEE અને NEET એન્ટ્રસ એક્ઝામ (પરીક્ષા) બાબતે સુરત કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કરુણેશભાઈ

તા.૨૮ આજ રોજ માંડવી પ્રાંત કચેરી ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ માંડવી મત વિસ્તારના ધારાસભ્ય શ્રી આનંદભાઈ ચૌધરીના હસ્તે કેન્દ્ર સરકાર દ્વારા JEE અને NEET એક્ઝામ પરીક્ષાનું આયોજન કર્યું છે તેનો અમે સતત શબ્દોમાં વિરોધ કરીને આ પરીક્ષા ના લેવાય એવી અમારી માંગણી છે, JEE તારીખ 1 થી 6 સપટેમ્બર પરીક્ષાઓ યોજાવાની છે અને નીટની એક્ઝામ 13મી સપ્ટેમ્બરે યોજાવાની છે ત્યારે મેડિકલ અને ઇજનેરી કોલેજમાં પ્રવેશ મેળવતા મેળવવા માટે એન્ટ્રસ એક્ઝામ આપવું પડે એક્ઝામ હાલમાં મોકુફ રાખવી જોઈએ કારણ કે covid-19 દરમિયાન વિદ્યાર્થીઓ વર્ગખંડમાં અંદર જશે તો કેટલા વિદ્યાર્થીઓને શકરમિત થશે અને કોરોનાની મહામારી થશે એટલે આ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખીને કેન્દ્ર સરકાર એમાં કંઈક વિચારવું જોઈએ કારણ કે દેશમાં આજે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે ત્યારે આ પરીક્ષા યોજીને વિદ્યાર્થીઓનું જીવન જોખમમાં મૂકે એ યોગ્ય નથી એટલે અમારી વિનંતી છે કે આ પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવે કેન્દ્ર સરકારની યોગ્ય શિક્ષણની યોગ્ય નીતિ નથી સરકાર સદંતર શિક્ષણ નીતિમાં તથા અન્ય નીતિ ઓમાં પણ નિષ્ફળ થઇ ચૂકી છે સરકારને હવે વિચારવું જોઈએ આ આ દેશના રાજ્યના મુખ્યમંત્રીઓ વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં જવાની તેમની તૈયારી છે તો વિદ્યાર્થીઓના હિત મા હાલમાં આ પરીક્ષા મોકૂફ રાખવાની આજે માગણી થઈ છે તેમજ સુરત જિલ્લાના ઘણા બધા નેશનલ હાઇવે તેમજ આંતરિક રસ્તાઓ તૂટી ગયા છે તે રસ્તાઓનું તાત્કાલિક રીકાર્ટિંગ અને રીપેરીંગ થવું જોઈએ નહીં તો ટૂંક સમયમાં કોંગ્રેસ સમિતિ જલદ આંદોલન કરવાની તૈયારીમાં છે આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહી આવેદન માંડવી પ્રાંત ને આપવામાં આવ્યું હતું.

Exit mobile version