Site icon Gramin Today

24માં રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં અંબાચની સરસ્વતી કન્યા વિદ્યાલય રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર 

વ્યારા: તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના અંબાચ વિભાગ ગ્રામ વિકાસ મંડળ સંચાલિત સરસ્વતી કન્યા વિદ્યાલયની 14 જેટલી વિદ્યાર્થીનીઓએ 24માં રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2020-21માં લોકનૃત્ય (વાંસનૃત્ય) સ્પર્ધામાં ભાગ લીધો હતો. એ કૃતિ રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે, જે બદલ શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી કિર્તિભાઈ સી. ભારતી, મંત્રી શ્રી અજીતભાઈ વી. ચૌધરી અને શાળા સંચાલક મંડળ, શાળાના ઇન્ચાર્જ આચાર્ય શકુંતલા પટેલ અને કૃતિ તૈયાર કરાવનાર શિક્ષિકા રીમાબેન મૈસુરીયા તેમજ ભાગ લેનાર તમામને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

હવે શાળાની વિદ્યાર્થીનીઓ રાજ્યકક્ષાએ ભાગ લેશે. જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીતે પણ યુવા મહોત્સવમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ આવતા વિજેતા વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા છે. આ સ્પર્ધામાં શાળાના 14 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં 4 સહાયક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કૃતિ તૈયાર કરવામાં આવી હતી. લોકનૃત્ય તૈયાર કરાવવાની મહત્વપૂર્ણ ભૂમિકા રીમાબેન મૈસુરીયાએ ભજવી હતી.
……

Exit mobile version