Site icon Gramin Today

હેલ્મેટ પહેરવાના નિયમને લઈને નર્મદા ટ્રાફિક વિભાગ દ્વારા જનજાગૃતિ માટેનો નવતર અભિગમ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

છેલ્લા 8 મહીનામા રોડ અકસ્માત મા 46 લોકોએ જાન ગુમાવ્યા એ પૈકી 22 લોકો માથાની ઈજાને કારણે મૌતને ભેટયા હોવાના તારણ, જો એ લોકોએ હેલ્મેટ પહેર્યું હોતતો એમના જીવ બચી શક્યા હોત:

રાજપીપળા: નર્મદા જીલ્લાના પોલીસ વડાની સુચના અને દોરવણી અન્વયે નર્મદા જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા દ્વી-ચક્રી વાહન ચાલકો હેલ્મેટ પહેરતાં થાય, અને અકસ્માત વખતે માથાંની ઈજાથી બચે અને જીવ ગુમાવતા અટકે માટે એક નવતર પ્રયોગ મુજબ હાઈવે ઉપર ટુ વ્હીલર વાહન ચાલકોને રોકી તાત્કાલીક દંડ ન કરી હેલ્મેટ શા માટે પહેરવું અને ના પહેરો તો તેમના જીવન જોખમમા મુકાય તેમ છે તેવુ સમજાવી તેમના વાહન ઉપર હેલ્મેટ પહેરવાનુ યાદ રહે તે માટે સ્ટીકર ચોંટાડવામા આવ્યા હતાં, અને માત્ર ચેતવણી આપવામા આવી હતી અને તેમના વાહન નંબર નામ સરનામા સહીતની માહિતીની નોંધ કરાઈ હતી.

બીજી વખતએ વાહન કે વાહન ચાલક હેલ્મેટ પહેર્યા વગર પકડાય તો તેમની સામે દંડાત્મક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની આકરી કામગીરી કરી લોકોના અમુલ્ય જીવન બચાવવાની એક ઉમદા સમાજલક્ષી કામગીરી કરવામા આવી હતી.

સામાન્ય રીતે પોલીસને તેમની કાયદાના અમલ બાબતની નિયમોનુસારની કામગીરી બાબતને લોકો વગોવતા હોય છે. પણ પોલીસની આ જનજાગૃતિની ઉમદા કામગીરીને પણ લોકો એ બિરદાવવાની શાથે વધાવી લેવી જોઈએ.

Exit mobile version