Site icon Gramin Today

હાટબજારમાં ગ્રાહકોને પ્લાસ્ટિકની થેલીના જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરવા સમજ કેળવવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ)ના કર્મચારીઓ દ્વારા હાટબજારમાં ગ્રાહકોને પ્લાસ્ટિકની થેલીના જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરવા સમજ કેળવવામાં આવી;

વ્યારા-તાપી: “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી પ્રસંગે જિલ્લા ગ્રામ એજન્સી હેઠળ કાર્યરત સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) દ્વારા સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન રાજ્યના તમામ ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં સ્વછતાલક્ષી વિવિધ ક્રાર્યક્રમો યોજાઇ રહ્યા છે. 


આજરોજ તમામ તાલુકા પંચાયત અને સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ)ના કર્મચારીઓ દ્વારા ગામના હાટબજારો અને દુકાનોના વેપારીઓ તેમજ આસપાસના ગ્રાહકો સાથે મુલાકાત કરી હતી. તેમના દ્વારા વેપારીઓ-ગ્રાહકોને પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ગ્રાહકોને પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. 

Exit mobile version