Site icon Gramin Today

હાંસોટ ટાઉન માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી હાંસોટ પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરીક્ષકશ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ તથા શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક ભરૂચ નાઓ તરફથી જિલ્લામા ગેર કાયદેસર રીતે દારૂનું વેચાણ તથા હેરફેર અટકાવવા તેમજ નિસ્ત નાબુદ કરવા આપેલ સુચના આધારે તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ દેસાઇ નાઓના માર્ગ દર્શન તથા તેઓ સાહેબશ્રીને મળેલ સચોટ બાતમી આધારે કે.એમ.ચૌધરી / પોલીસ ઇન્સ્પેક્ટર તથા સાથેના પોલીસ માણસો સાથે હાંસોટ ટાઉનમાં પ્રોહી મુદ્દામાલ અંગે રેઇડ કરતા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ જેમા મળી આવેલ છે

મુદામાલની વિગત:

(૧) સ્કુલ માફિયા માલ્ટ વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની કાચની બોટલ પેટી નંગ-૩૫ કુલ બોટલ નંગ-૧૬૮૦ ની કુલ કિ.રૂ.૧,૬૮,ooo- ની ગણી શકાય.

(૨) ઈમ્પીરીયલ બ્લ સિલેક્ટ ગ્રીન વ્હીસ્કી ૧૮૦ મી.લી. ની કાચની બોટલ પેટી નંગ-૧૩ તથા છુટ્ટી પડેલી. બોટલ નંગ-૨૨ કુલ બોટલ નંગ- ૬૪૬ લેખે કુલ કિ.રૂ.૬૪,૬૦૦/- ની ગણી શકાય.

(3) મેક્કોલ નં-1 ૧૮૦ મી.લી. ની કાચની બોટલ પેટી નંગ-૬ તથા છુદી પડેલી બોટલ નંગ-૩૯ કુલ બોટલ નંગ-૩ ૨૭ ની કુલ કિ.રૂ.૩૨,૭૦૦/- ગણી શકાય.

(૪) ઇમ્પીરીયલ બ્લ સિલેક્ટ ગ્રીન વ્હીસ્કી ૭૫૦ મી.લી, ની કાચની બોટલ નંગ-૪૮ કુલ કિ.રૂ.૨૪,૦૦૦/- ગણી શકાય .

(૫) મેક્કોલ ને-1 ૭૫૦ મી.લી. ની કાચની બોટલ નંગ.૭ કુલ કિ.રૂ.૩,૫૦૦/- ગણી શકાય (૬) લંડન પીલ્સનેર, પ્રીમીયન સ્ટ્રોંગ બિયર થેલી નંગ-પ જે પ૦૦ મી.લી. ના ટીન કુલ નંગ-૧૨૦ કુલ કિ.રૂ.૧૨,૦૦૦/- ગણી શકાય. કુલ નાની મોટી બોટલ તથા ટીન કુલ નંગ-૨૮૨૮ કુલ કિ.રૂ.૩,૦૪,૮૦૦/

આરોપીઃ- વોન્ટેડ

(૧) મુજ્જમીલ ઉર્ફે મુન્નો બશીર શેખ રહે, હાંસોટ, ટાકવાડા, તા.હાંસોટ, જિ.ભરૂચ (૨) મુજજ ફીર ઉર્ફે ગોરૂ બશીર શેખ રહે. હાંસોટ, ટાકવાડા, તા.હાંસોટ, જિ.ભરૂચ, હાલ રહે.અંકલેશ્વર, જિ.ભરૂચ

સાથે કામગીરી કરનાર પોલીસ માણસો ASI હિતેષભાઇ દેવજીભાઇ, ASI પ્રમોદભાઇ વાલજીભાઇ, અ.હે.કો. કાંતિભાઇ મરતજી, અ.પો.કો. મહેશભાઇ બાબુલાલ, અ.પો.કો. ઉદેસીંગ સુપડભાઇ, અ.પો.કો. હર્ષદભાઇ સુરેશભાઇ, ડ્રા.પો.કો. આશિષભાઇ સોમાભાઇ

Exit mobile version