શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સ્વતંત્રતા પર્વ નિમિત્તે રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર વઘઈ ખાતે ‘બ્લડ ડોનેશન કેમ્પ’ યોજાયો :
ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે બ્લડ ડોનેટ કરી પ્રજાને ઉમદા કાર્યમા જોડાવા અનુરોધ કર્યો:
આહવા : સ્વતંત્રતા પર્વ નિમિત્તે ડાંગ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી-આહવા દ્વારા રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર-વઘઈ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ પ્રંસગે ડાંગ જિલ્લા કલેકટર તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આહવાના પ્રેસિડેન્ટ શ્રી મહેશ પટેલે બ્લડ ડોનેટ કરી, અન્ય લોકોને પણ બ્લડ ડોનેશનના ઉમદા કાર્યમા જોડાવા અનુરોધ કર્યો હતો.
સ્વતંત્રતા પર્વ નિમિત્તે વઘઈ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ ગામિત, ડાંગ જિલ્લા એલ.સી.બી. પી.એસ.આઈ. શ્રી જયેશભાઇ વળવી, આહવા પોલીસ મથકના રીડર પી.એસ.આઈ. શ્રી કે.કે.ચૌધરી સહિતના અધિકારી, કર્મચારીઓ તેમજ અન્ય લોકો પણ ‘રક્ત દાન, મહા દાન’ ના ઉમદા કાર્યમા જોડાયા હતા.