Site icon Gramin Today

સુરત શહેર ચૌધરી સમાજનો ભટાર ખાતે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત 24×7 વેબ પોર્ટલ 

સુરત શહેર ચૌધરી સમાજનો ભટાર ખાતે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો: 

સુરત: સુરત શહેરમાં વસતા ચૌધરી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ ભટાર ખાતે એસએમસી પાર્ટી પ્લોટમાં તારીખ ૨૮મી ના રોજ યોજાયેલ હતો. સુરત શહેરમાં વસતા ચૌધરી જ્ઞાતિના લોકો પૈકી કુલ મળીને અંદાજે 800 જેટલા લોકોએ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપીને સમાજનું ગૌરવ વધારેલ છે આજના કાર્યક્રમમાં સૌ પ્રથમ બાળકો માટે મનોરંજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને ત્યારબાદ ચૌધરી જ્ઞાતિના રિવાજ મુજબ પ્રકૃતિ પૂજા કર્યા બાદ દીપ પ્રાગટય કરી આજના સ્નેહમિલન કાર્યક્રમ ની શરૂઆત કરી જેમાં ચૌધરી જ્ઞાતિના મહાનુભાવો હાજર રહેલ  આ   કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ ફેડરેશનના સ્થાપક અને તત્કાલીન પ્રમુખ એવા  સૌના લાડીલા  કેટી દાદાના હુલામણા નામથી જાણીતા એવાં શ્રી કે. ટી. ચૌધરીના અધ્યક્ષ પદે તેમજ મદદનીશ પોલીસ કમિશનરશ્રી બકુલભાઈ એ. ચૌધરી, શ્રી વસંતભાઈ ચૌધરી, શ્રી પ્રભુદાસભાઇ ચૌધરી, શ્રી રાજુભાઇ ચૌધરી સહિતના અન્ય મહાનુભાવ ની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો જેમાં ચોરી સમાજના સામાજિક ઉત્પાન માટે અને સમાજના સભ્યો એકબીજાથી પરિચિત પાપ અને એકબીજાને મદદરૂપ બને તે માટે કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવોના આશીર્વાદ મેળવીને આ કાર્યક્રમમાં સંસ્કૃતિ ક પ્રોગ્રામ પણ રજુ કરવામાં  આવેલ.  ચૌધરી સમાજના પરંપરાગત્ત વાજિંત્રથી સમારંભમાં હાજર રહેલ જનમેદની ને પ્રફુલિત કરી હતી કાર્યક્રમ ના અંતે  પ્રતિ ભોજન લઈ ને સમાપન કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમમાં સુરત શહેર ચૌધરી સમાજ ના પ્રમુખ શ્રી રોહિતભાઇ  ચૌધરી અને શ્રી પ્રદીપભાઈ ચૌધરી ના માર્ગદર્શન ફેઠળ સમા કારોબારી સમિતીના સભ્યો આ મર્દના કરી સમામને સફળ બનાવી સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ. તેઓની સાથે મહામંત્રી શ્રી નિતીનભાઇ  ચૌધરી તથા કેશુરભાઈએ ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યકર્મનું સંચાલન સંભાળેલ હતું.

Exit mobile version