Site icon Gramin Today

સુરત જિલ્લા પંચાયતની તમામ ૩૬ બેઠકનું સીમાંકન જાહેરઃ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ માંગરોળ કરૂણેશભાઈ

સુરત જિલ્લા પંચાયતની તમામ ૩૬ બેઠકનું સીમાંકન જાહેરઃ જનરલ મતદારો વચ્ચે આદિવાસી અને બક્ષીપંચની બેઠકો જાહેર:
૭૫થી ૮૦ ટકા આદિવાસી મતદારો ધરાવતી બેઠકો પર સામાન્ય ઉમેદવારોને ફળવાયેલી બેઠકથી આદિવાસી સમાજમાં આક્રોશ:
બારડોલીની પંચાયત માંથી ચાર બેઠકો પણ જનરલ વર્ગને ફાળવીને આદિવાસીઓની સત્તામાંથી એકડો કાઢવાની ચર્ચા
આગામી સમયમાં યોજાનારી જિલ્લા, તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીની બેઠકોની ફાળવણી કરતુ જાહેરનામુ આજે રાજય ચૂંટણી આયોગે જાહેર કરતા સુરત જિલ્લામાં જે પ્રમાણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક ફાળવાઈ છે. તેમાં મહદત્તમ આદિવાસી વિસ્તારોમાં મોટા ભાગની બેઠક જનરલ જાહેર જતા જ આદિવાસી વર્ગમાં ભારે આક્રોશ ફેલાયો છે. આવનારા દિવસોમાં આદિવાસી સમાજની નારાજગી ભાજપને ભારે પડે ચિત્ર આજથી જ ચર્ચાનો દોર સામે દેખાવા લાગ્યું છે.
જિલ્લામાં જે તાલુકામાં ૭૫ થી ૮૦ ટકા આદિવાસી મતદારો છે તે વિસ્તારની બેઠકો જિલ્લા પંચાયતના ઉમેદવારો માટે જનરલ કરી દેવાતા ભારે રોષ ફાટયો છે.
આજે રાજય ચૂંટણી આયોગ દ્વારા સુરત જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોની અનામત સહિતની ફાળવણી કરતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાંથી અનુસુચિત જાતિ સ્ત્રી માટે ૧ બેઠક, અનુસુચિત આદિજાતિ(એસ.ટી) માટે કુલ ૧૯ બેઠકો અનામત જાહેર થઈ છે, તેમાં ૯ સ્ત્રી બેઠકો અને 10 સામાન્ય બેઠકો તેજ પ્રમાણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે કુલ ૪ બેઠકો અનામત ફળવાઈ છે જેમાં ૨ બેઠકો સ્ત્રીઓ માટે અને ૨ બેઠકો સામાન્ય ફળવાઈ છે. જયારે બિનઅનામત વર્ગ(જનરલ) માટે કુલ ૧૨ બેઠકો અનામત ફળવાઈ છે જેમાં ૬ બેઠકો સ્ત્રીઓ માટે અને ૬ બેઠકો બિનઅનામત ફળવાઈ છે.
ચૂંટણી આયોગે સુરત જિલ્લા પંચાયતની જે ૩૬ બેઠકોની ફાળવણીનું જાહેરનામુ બહાર પાડયુ છે તેમાં
૧. અનાવલ(સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી)
૨. અરેઠ(સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી),
૩. બાબેન(અનુસુચિત આદિજાતિ સ્ત્રી), ૪.ચલથાણ(અનુસુચિત આદિજાતિ),
૫.દેવગઠ(અનુસુચિત આદિજાતિ),
૬.ધાણાવડ(અનુસુચિત આદિજાતિ),
૭.ઘંટોલી(અનુસુચિત આદિજાતિ). ૮.ગોદાવાડી(સા.શૈ.પછાતવર્ગ),
૯.હજીરા(અનુસુચિત આદિજાતિ), ૧૦.ઝંખવાવ(સા.શૈ.પછાતવર્ગ),
૧૧.કડોદ(સામાન્ય સ્ત્રી),
૧૨.કામરેજ(અનુસુચિત આદિજાતિ સ્ત્રી), ૧૩.કરચેલીયા(સામાન્ય સ્ત્રી),
૧૪. કારેલી(સામાન્ય સ્ત્રી),
૧૫.ખોલવડ(અનુસુચિત આદિજાતિ),
૧૬.કીમ( અનુસુચિત આદિજાતિ),
૧૭.કોસંબા(અનુસુચિત જાતિ સ્ત્રી), ૧૮.લાજપોર(અનુસુચિત આદિજાતિસ્ત્રી), ૧૯.મહુવા(બિનઅનામત સામાન્ય),
૨૦.માંગરોળસામાન્ય સ્ત્રી),
૨૧.મોર(અનુસુચિત આદિજાતિ સ્ત્રી),
૨૨.મોરા(અનુસુચિત આદિજાતિ),
૨૩.નાની નરોલી(બિનઅનામત સામાન્ય), ૨૪.નવાગામ( અનુસુચિત આદિજાતિ, ૨૫.ઓલપાડ(અનુસુચિત આદિજાતિ સ્ત્રી), ૨૬,પલસાણા(અનુસુચિત આદિજાતિ સ્ત્રી), ૨૭.પીંજરતઅનુસુચિત આદિજાતિસ્ત્રી), ૨૮.પીપોદરા(અનુસુચિત આદિજાતિસ્ત્રી, ૨૯.સાયણ(અનુસુચિત આદિજાતિ), ૩૦.સુરાલીબિનઅનામત સામાન્ય,
૩૧.તડકેશ્વર(સામાન્ય સ્ત્રી),
૩ર.ઉભેળ(અનુસુચિત આદિજાતિ સ્ત્રી),
૩૩.વાડસામાન્ય સ્ત્રી),
૩૪. વલવાડા(બિનઅનામત સામાન્ય,
૩૫. વાંકાનેર(બિનઅનામત સામાન્ય,
૩૬. વરાડ(બિનઅનામત સામાન્ય જાહેર થઈ છે.
સુરત જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકોમાંથી ૧૯ બેઠકો આદિજાતિ માટે, ૧ બેઠક અનુસુચિત જાતિ માટે, ૪ બેઠક સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે, જયારે ૧૨ બેઠકો બિનઅનામત(જનરલ) વર્ગ માટે ફાળવણી કરતુ જાહેરનામુ આજે બહાર પડતા સમગ્ર સુરત જિલ્લામાં બેઠકો ફાળવણીનું જાહેરનામુ સોશીયલ મીડીયામાં ફરતુ થયું છે. ખાસ કરીને ૭૫ થી ૮૦ ટકા આદિવાસી મતદારો ધરાવતા આદિવાસી વિસ્તારોમાં જનરલ બેઠકો ફળવાતા સોશીયલ મીડીયામાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડયુ છે. ૮૦ ટકા આદિવાસી મતો ધરાવતા મહુવા તાલુકાની તમામ ચાર બેઠકો અને બારડોલી તાલુકાની પાંચમાંથી ચાર બેઠકો જનરલ વર્ગ માટે ફળવાતા ભારે નારાજગીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ બહુમત જનરલ મતદારો ધરાવતી બેઠકો પર આદિજાતિ માટેની અનામત જાહેર થતા તે વિસ્તારોમાં પણ મિશ્ર પ્રત્યાધાટો પડી રહ્યાનું જાણવા મળે છે.

Exit mobile version