Site icon Gramin Today

સુરતનાં કેવડી ખાતે સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ઉંમરપાડા રઘુવીર વસાવા

સુરતનાં કેવડી ખાતે સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં લોકોને વીમા યોજનાનો લાભ અપાયો:

સુરત જીલ્લાનાં ઉમરપાડા તાલુકાના કેવડી ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા સેવા સપ્તાહ કાર્યક્રમ માં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાની ઉપસ્થિતિમાં લોકોને વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે તારીખ ૧૪ થી ૨૦ સુધી સેવા સપ્તાહ કાર્યક્રમ યોજવાનું આયોજન કર્યું હતું જેના ભાગરૂપે કેવડી ગામે પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ લોકોને મફત વીમો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી સંદર્ભમાં યોજાઇ રહેલા સેવા કાર્યોની માહિતી લોકોને આપી હતી.આ કાર્યક્રમમાં ભાજપના સુરત જિલ્લા સિંચાઇ સમિતિના અધ્યક્ષ સામસિંગભાઈ વસાવા, સુમુલના ડિરેક્ટર રાકેશભાઈ સોલંકી, તાલુકા પંચાયતના પ્રમુખ દરિયાબેન વસાવા,માજી સિંચાઇ સમિતિના અધ્યક્ષ શાંતિલાલ ભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા ભાજપના પ્રમુખ વાલજીભાઈ વસાવા, ભાજપના મહામંત્રી અમિષ ભાઈ વસાવા,કેવડીના સરપંચ વનીતાબેન વસાવા, ઉમરપાડા તાલુકા ભાજપના ઉપપ્રમુખ સપનાબેન વસાવા, ઉમરપાડા ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશભાઈ વસાવા, ઉચવાણનાં સરપંચ ગુલાબભાઈ વસાવા અને ઉમરખાડીના સરપંચ ગુલાબભાઈ વસાવા,સરવણ ફોકડીના સરપંચ નટવરભાઈ વસાવા,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગંભીરભાઈ વસાવા, ભાજપના સંગઠન મંત્રી શારદાબેન ચૌધરી વગેરેની ઉપસ્થિતિમાં કેવડી ગામ અને આસપાસના લોકોને વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.

Exit mobile version