Site icon Gramin Today

સુબીરના વાયદુન ગામની પ્રાથમિક શાળામાં પૂર્ણા નદીના પાણી ફરી વળતા ભારે નુકસાન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

સુબીરના વાયદુન ગામની પ્રાથમિક શાળામાં પૂર્ણા નદીના પાણી ફરી વળતા ભારે નુકસાન ની ભીતિ સર્જાઈ હતી, 

ડાંગ:    હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ડાંગની પૂર્ણા, અંબિકા, ખાપરી, ગીર, સર્પગંગા જેવી નદીઓ ગાંડીતૂર હાલતમાં વહેતી થઈ છે. તેવામાં ડાંગના સુબીર તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ વાયદુન ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં પૂર્ણા નદીમાં વરસાદી આવક થતાં ભારે નુકસાન થયું છે.

ડાંગની વાયદુન પ્રાથમિક શાળા ગામથી બે કિલોમીટરના અંતરે પૂર્ણા નદીના કિનારે આવેલ છે. જેથી મુશળધાર વરસાદને લીધે દર વર્ષે આ શાળા બેટમાં ફેરવાઈ જાય છે.  ગતરોજ ડાંગની વાયદુન ગામની પ્રાથમિક શાળામાં પૂર્ણા નદીનો ચારે બાજુથી વરસાદી પાણી ફરી વળતા અહી ટાપુ જેવા દ્રશ્યો સર્જાયા હતા. મુશળધાર વરસાદ કારણે શિક્ષકોએ માસૂમ બાળકોને ખસેડી દેતા મોટી જાનહાની ટળી છે.

Exit mobile version