Site icon Gramin Today

સિવિલ હોસ્પિટલ ખાતે શહેરના ૬૭ નિરાશ્રિત લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નલીનકુમાર 

સુરત સિવિલ હોસ્પિટલ ખાતે શહેરના ૬૭ નિરાશ્રિત લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી:

યુથ ફોર ગુજરાતના સહયોગથી યોજાયો સિવિલ હોસ્પિટલ રસીકરણ કેમ્પ;

સુરત: સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ તાજેતરમાં રસ્તાઓ પર સુતેલા નિરાધાર લોકો, સ્લમ વિસ્તારમાં રહેતાં લોકોને પણ કોરોના પ્રતિરોધક રસીકરણ પ્રક્રિયામાં સામેલ કરવાનું સુચન કર્યું હતું, જેને ધ્યાનમાં લઇને સાંસદ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યુથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૬૭ જેટલા નિરાશ્રિત લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. તેઓને રસીકરણના ફાયદાઓ અંગે સમજ આપીને જાગૃત્ત કરાયા હતાં.
યુથ ફોર ગુજરાત ટ્રસ્ટના સંચાલક શનિ રાજપુતે જણાવ્યું હતું કે, ‘કોરોના મહામારી નાથવા રાજ્યના આરોગ્યતંત્રના માર્ગદર્શન હેઠળ પાલિકા તંત્ર કોરોનાને નાથવા સતત કાર્યરત છે. રસીકરણની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે, ત્યારે મ્યુ.કમિશનરશ્રીના રચનાત્મક સુચનને અમલમાં મૂકતા અમારી સંસ્થા દ્વારા ડિંડોલી, પાંડેસરા અને ભટારની ખાડી જેવા વિસ્તારોમાં ફરતાં ભિક્ષુકો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, કચરો વિણતા અને નિરાધાર લોકોને પણ રસી મૂકી કોરોના સામે સુરક્ષા આપી શકાય એ માટે અભિયાન ચલાવ્યું હતું. સતત બે દિવસ આવા ગરીબ વર્ગના નાગરિકો સુધી જઈ ૬૭ લોકોને વેક્સિન આપવામાં આવી છે. તેમને સિવિલ હોસ્પિટલ સુધી લાવવા લઈ જવા માટે વાહનની સગવડ પણ કરવામાં આવી હતી.

Exit mobile version