Site icon Gramin Today

સામાન્ય માનવીને ઘર આંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ આપવા હેતુ તાપી જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમો યોજાશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

સામાન્ય માનવીને ઘર આંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ આપવા માટે તાપી જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમો યોજી સુવિધા પુરી પાડવા તંત્ર કટિબદ્ધ: 

રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો આગામી ૨૨ ઓકટોબર થી આગામી ૫મી જાન્યુઆરી-ર૦રર સુધી યોજવામાં આવશે: 

વ્યારા-તાપી :- છેવાડાના નાગરિકોને વ્યક્તિલક્ષી રજૂઆતોના નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો યોજવાનો જનહિત નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જે અન્વયે તાપી જિલ્લામાં તા.૨૨ ઓકટોબર-ર૦ર૧ થી પ જાન્યુઆરી-ર૦રર સુધી સવારે-૯ થી સાંજે પ વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરવામાં આવ્યું છે. 

           તાપી જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત તા.૨૨-૧૦-૨૦૨૧ના રોજ થી વ્યારા નગરપાલિકાના ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે વોર્ડ ૧ થી ૪ માટે, ડોલવણમાં મુખ્ય શાળા ગડત ખાતે, વાલોડમાં પ્રાથમિક શાળા કહેર, સોનગઢમાં નગરપાલિકા સિનિયર સીટીઝન હોલ ખાતે વોર્ડ ૧ થી ૭ માટે, ઉચ્છલમાં ઓદ્યોગિક તાલીમ સંસ્થા માણેકપોર, નિઝરમાં પ્રાથમિક શાળા વાંકા અને કુકરમુંડામાં પ્રાથમિક શાળા સદગવાણ ખાતેથી સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત થશે. 

            આ સેવાસેતુમાં જુદા જુદા ૧૩ વિભાગોની પ૬ જેટલી સેવાઓ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવશે. નાગારિકોની સુવિધા માટે કાર્યક્રમ સ્થળે રાજ્ય સરકાર નોટરી, ઝેરોક્ષ, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી જેવી જરૂરી સુવિધાઓની વ્યવસ્થા સાથે સિનીયર સિટીઝન્સ અને દિવ્યાંગ અરજદારો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. 

Exit mobile version