Site icon Gramin Today

સાગબારા ના રણબુડા ગામમાં જમીન પચાવી પાડવાના હેતુ થી એકની હત્યા કરી હત્યારો ફરાર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સાગબારા નિતેશ વસાવા

જંગલ જમીન પચાવી પાડવા અવાર નવાર ઝગડો કરતા હત્યારા એ મૃતકના માથામાં લાકડીના સપાટા મારી ગંભીર ઇજા બાદ સારવાર દરમિયાન મોત:

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રણબુડા ગામમાં જંગલ જમીન પચાવી પાડવા માટે એકની હત્યા થતા પોલીસે હત્યારા ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રણબુડા ગામની કરૂણાબેન  રતિલાલ ભાઈ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ તેમના સસરા ઉતરીયાભાઈ દશરીયાભાઈ વસાવા નું ઘર રણબુડા ગામની નવીનગરીમાં આવેલ જંગલ જમીનમાં આવ્યું છે આ જંગલ જમીન ગામના હેમંતભાઈ ઘનસિંગભાઈ વસાવા ના ઘરના સભ્યો  પચાવવા માંગતા હોય અગાઉ પણ કરુણાબેન ના સસરા સાથે વાડા બાબતે ઝગડો કર્યો હતો, એ જંગલ જમીન બાબતે મન દુઃખ રાખી હેમંતભાઈ વસાવા એ મરનાર રતિલાલ વસાવાને માથામાં લાકડાનો સપાટો મારી ગંભીર ઈજા પહોચાડી તેમની હત્યા કરતા સાગબારા પોલીસે હત્યા નો ગુનો દાખલ કરી હત્યારા ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version