Site icon Gramin Today

સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સાગબારા નિતેશભાઈ  પત્રકાર પ્રકાશ વસાવા. 

સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા  આજરોજ મા.મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી એ  ખેડૂતોને પડતી તકલીફ અને ગ્રામ્યકક્ષાએ પડતી હાડમારી બાબતે તાત્કાલિક પગલાં લેવાં અન્યવે  આવેદન પત્ર આપવામાં આવ્યું ચાલુ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી વરસાદ લાંબા સમય સુધી ખેચાતા તથા હાલ અતિ ભારે વરસાદને કારણે સાગબારા તાલુકા માં ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન થયું છે, તથા મોંઘા બિયારણ ના ખર્ચા માથે પડ્યા છે જેથી કરીને પોતાની ખેતી મા લગભગ ૭૦થી૮૦ ટકા જેટલુ નુકસાન થયુ છે, જગત ના તાત ગણાતા ખેડૂતને કોવીડ-૧૯ની મહામારીનાં લોક ડાઉન વચ્ચે પડેલી હાડમારીઓ અને હવે અતિ વૃસ્ટીમાં ઘણું  આથિઁક નુકસાન થયુ છે,

સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતને પડતી તકલીફ અને આર્થિકરીતે નુકશાન બાબતે   આવેદન આપી રાજય સરકારને નમ્ર વિનંતી કરવામાં આવી, કે હાલ  ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરી ને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે, અને સાથેજ  વધુ મા વધુ રોડ,રસ્તા અને ઘણા કોઝવે, નાળાઓ તૂટી જવા પામ્યા  છે,  જેના કારણે ઈમરજન્સી વખતે લોકોને  આરોગ્યની સેવાઓનો લાભ લેવામાં  ઘણી તકલીફ પડતી હોય છે જેથી દર્દીને સમયસર સારવાર અર્થે દવાખાને  પહોંચાડી શકાતા નથી જેથી ઘણીવાર દર્દી ને જીવ ગુમાવવો નો આવે છે, જેથી હાલ તાકીદે પૂરાણ કરી રસ્તા તથા નાળ। રિપૅરીગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાવે એવી  નમ્ર વિનંતી વાળો આવેદનપત્ર આજરોજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સુપ્રત કરવામાં આવ્યું  છે.

Exit mobile version