Site icon Gramin Today

સાઈકલીસ્ટ બહેનો દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વ્યારા ખાતે સાઈકલ રેલી યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વ્યારા ખાતે સાઈકલ રેલી યોજાઈ.. ફીટ ઈન્ડિયા સંદેશ સાથે જાગૃતિ લાવવા ૭૫ સાઈકલીસ્ટ બહેનોએ ભાગ લીધો..

 વ્યારા: તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા જિલ્લા સેવાસદન ખાતે આજરોજ સવારે ૭-૩૦ કલાકે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત બહેનો માટે સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત યુવા સંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજીત સાઈકલ રેલીને કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.દિનેશકુમાર કાપડિયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તમામ ભાગ લેનારી બહેનોને કલેકટરશ્રી વઢવાણિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.
કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યોજાયેલી સાઈકલ રેલીના માધ્યમથી દેશને મજબૂત બનાવવાનો સંદેશ બહેનોએ પહોંચાડવાનો છે. સરકારશ્રીના અભિગમને સાર્થક કરતા તાપી જિલ્લાની બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઇ સૌને પ્રેરણા પુરી પાડી છે.
સીનીયર કોચ ચેતન પટેલે જણાવ્યું હતું કે આપણો ભારત દેશ આઝાદ થયો તેના ૭૫ વર્ષ પૂર્ણ થતા સરકારશ્રી દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજે ૭૫ બહેનોએ સાઈકલ રેલીમાં ભાગ લીધો હતો. હમ ફીટ તો ઈન્ડિયા ફીટ, સાઈકલ રેલી કલેકટર કચેરી, હાઈવે રોડ, મિશન નાકા, નગરપાલિકા સંકુલ, રેલ્વે સ્ટેશન, તળાવ રોડ,બહુંચરાજી મંદિર,કાનપુરા, જનક હોસ્પિટલ, મેઈન બજાર રોડ, કબૂતરખાના, ઉનાઈ નાકા, મઢુલી હોટલ રૂટ પુરો કરી કલેકટર કચેરી ખાતે સમાપ્ત થઇ હતી.
રેલી દરમિયાન ભાગ લેનાર બહેનો માટે લીંબુપાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકા ચીફ ઓફિસર શૈલેષ પટેલ, કારોબારી અધ્યક્ષ કુલીન પ્રધાન, આરોગ્ય સેવા ૧૦૮, પોલીસ, ફિઝિયોથેરાપીસ્ટ ડો.નિલેશ્વરી ચૌધરી સહિત સ્પોર્ટસ સ્ટાફ ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવી હતી.

Exit mobile version