Site icon Gramin Today

સર્વસમાવેશક વિકાસ હેઠળ પશુધન માટે ‘એ-હેલ્પ’ કાર્યક્રમ અને વંધ્યત્વ શિબિરનો શુભારંભ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ગુજરાતમાં નર્મદા ખાતે 14 ઓગસ્ટ, 2023ના રોજ સર્વસમાવેશક વિકાસ હેઠળ પશુધન માટે ‘એ-હેલ્પ’ કાર્યક્રમ અને વંધ્યત્વ શિબિરનો શુભારંભ: 

આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ માનનીય કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રીએ ગુજરાત રાજ્યમાં વંધ્યત્વ શિબિરની સાથે ‘એ-હેલ્પ’ (આરોગ્ય અને પશુધન ઉત્પાદનના વિસ્તરણ માટે એક્રેડિટેડ એજન્ટ) કાર્યક્રમનું અનાવરણ કર્યું છે. ભારત સરકારનાં પશુપાલન અને ડેરી વિભાગ સર્વસમાવેશક વિકાસ અંતર્ગત પશુધન જાગૃતિ અભિયાનનાં ભાગરૂપે આ પહેલોની આગેવાની લઈ રહ્યું છે. 

નર્મદા જિલ્લામાં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન માનનીય મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલાએ પશુધન ક્ષેત્રના અને ખાસ કરીને ગુજરાતમાં સર્વગ્રાહી વિકાસમાં પશુધન અને મહિલાઓની મહત્વની ભૂમિકા અંગે પ્રકાશ પાડયો હતો. ‘એ-હેલ્પ’ કાર્યક્રમ અને વંધ્યત્વ શિબિર મહિલા સશક્તિકરણ, પશુધનની ઉત્પાદકતામાં વધારો કરવા અને આ ક્ષેત્રના સામાજિક-આર્થિક પરિદ્રશ્યને આગળ વધારવાની દિશામાં નોંધપાત્ર પગલું ભરી શકે છે. 

આ લોકાર્પણ કાર્યક્રમમાં ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના અધિક સચિવ (સીડીડી) સુશ્રી વર્ષા જોશી અને કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.એન.એચ.કેલાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

‘એ-હેલ્પ’ કાર્યક્રમનો ઉદ્દેશ મહિલાઓને પ્રશિક્ષિત એજન્ટો તરીકે જોડીને સશક્ત બનાવવાનો છે, જેઓ રાષ્ટ્રીય ગોકુલ મિશન (આરજીએમ), પશુ ટેગિંગ અને પશુધન વીમા હેઠળ રોગ નિયંત્રણ, કૃત્રિમ ગર્ભાધાનમાં નોંધપાત્ર યોગદાન આપે છે. માનનીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રયાસ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝનને અનુરૂપ સામાજિક-આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપીને મહિલા શક્તિના અનુકરણીય સંકલનનું કામ કરે છે.

સર્વસમાવેશક વિકાસ અંતર્ગત પહુધન જાગૃતિ અભિયાન હાલમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવને શ્રદ્ધાંજલિ સ્વરૂપે છે, જે સ્વતંત્રતા અને પ્રગતિની ભાવનાની ઉજવણી કરે છે. આ ઝુંબેશનો મર્મ ખેડૂતોને જ્ઞાન અને સંસાધનોથી સજ્જ કરવામાં રહેલો છે, જે પશુધનના આરોગ્ય, રોગ વ્યવસ્થાપન અને પ્રાણીઓની વંધ્યત્વની ચિંતાઓના નિર્ણાયક ક્ષેત્રોને સંબોધિત કરે છે. 

માટે રાજ્યની પશુચિકિત્સા યુનિવર્સિટીઓ રાજ્યના પશુપાલન વિભાગો સાથે ગાઢ સંકલનમાં રહીને વિવિધ જિલ્લાઓમાં વર્કશોપ, જાગૃતિ શિબિરો અને સેમિનારોનું નેતૃત્વ કરશે. આ જોડાણનો ઉદ્દેશ રોગ નિયંત્રણ, યોગ્ય પોષણ અને પશુધન માટે સમયસર તબીબી હસ્તક્ષેપ પર મહત્ત્વપૂર્ણ જાણકારીનો પ્રસાર કરવાનો છે. મહત્વનું છે કે, આ જિલ્લાઓમાં મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ પ્રાયોગિક તાલીમ સત્રોમાં પણ ભાગ લેશે, જે વૈજ્ઞાનિક પશુધન વ્યવસ્થાપન તકનીકોની તેમની પકડમાં વધારો કરશે. આ શિબિરોમાં ઓછામાં ઓછા 250 ખેડૂતો અને માલિકોને જોડવાની ઇચ્છા રાખવામાં આવી છે, જે તેમને તેમના પશુધનના પ્રજોત્પત્તિ સ્વાસ્થ્ય અને એકંદર ઉત્પાદકતામાં વધારો કરવા માટે કાર્યવાહી કરી શકાય તેવી આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.  

ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડના નિષ્ણાતો સાથે જોડાણ આવશ્યક પોષક તત્વોના સપ્લિમેન્ટ્સ, ખનિજ મિશ્રણો, કૃમિનાશકો અને દવાઓની જોગવાઈને સુનિશ્ચિત કરીને આ પહેલની અસરકારકતામાં વધારો કરે છે. આ સર્વગ્રાહી અભિગમ ખેડૂત સમુદાયને સશક્ત બનાવવાનો છે, તેમને દેશના અમૂલ્ય પશુધનની સુખાકારી અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે જ્ઞાન અને નક્કર સંસાધનો બંને પ્રદાન કરે છે.

વિભાગની દીર્ઘદષ્ટિ પ્રગટ થાય છે, આ પ્રયાસો ગ્રામીણ સમુદાયો પર દૂરગામી અસર કરશે, તેમની સામાજિક-આર્થિક સંભાવનાઓને ઊંચે લઈ જશે અને વૈશ્વિક પશુધન બજારમાં એક મુખ્ય ખેલાડી તરીકે ભારતની સ્થિતિને સુદૃઢ બનાવશે તેવી અપેક્ષા છે. જ્ઞાન, સંસાધનો અને વ્યૂહાત્મક આયોજનનો સંગમ પશુપાલન અને ડેરીંગ વિભાગની તંદુરસ્ત, વધુ સમૃદ્ધ રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. 

Exit mobile version