શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રિપોર્ટર: દિનકરભાઇ વઘઇ
સરકારી ખેતીવાડી ઉચ્ચત્તર માધ્યમિક શાળા વઘઈ ખાતે સાયબર ક્રાઇમ વિશે આપણા ભારત દેશના ભવિષ્ય એવાં વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.
વઘઈ : ડાંગ જીલ્લાના આહવા કાનૂની સહાય કેન્દ્ર દ્વારા સાયબર ક્રાઇમ અંગે વિદ્યાર્થીઓમા જાગૃતિ આવે તે માટે સાઇબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
સાંપ્રત સમયમાં વધી રહેલા ઓનલાઇન ફ્રોડથી ડાંગ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. સાયબર ક્રાઇમની ઘણી ઘટનાઓ ડાંગ જિલ્લામાં બની છે. હાલની યુવા પેઢી ફ્રી રિચાર્જ , ફ્રી ડેટા તેમજ ફ્રી ઓનલાઇન શોપિંગ જેવી બાબતોની લાલચમાં આવીને સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં જાગૃતતા ફેલાય તેવા હેતુથી આજરોજ ખેતીવાડી સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં સાયબર ક્રાઇમ અંગે માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
આજના કાર્યક્રમમાં શાળાના આચાર્ય સાર્દુલ પરમાર, પ્રોગ્રામ ઓફિસર ગૌરાંગ પટેલ, શિક્ષક મનીષ પટેલ, એડવોકેટ મિતેશ ગાયકવાડ અને રમેશ ધૂમ દ્વારા સાયબર ક્રાઇમ અંગેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. અને સાઇબર ક્રાઇમ કઈ રીતે બચી શકાય તે માટેના તકેદારીના પગલાં વિશે પણ જાણકારી આપી હતી.