Site icon Gramin Today

શહેરમાં શાંતિ અને સલામતી માટે પોલિસ કમિશનરનું જાહેરનામું :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ  સુરત નલિનકુમાર

સુરત શહેરમાં શાંતિ અને સલામતીનાં ભાગરૂપે પોલિસ કમિશનરનું જાહેરનામું :

સુરત શહેરમાં સુલેહ શાંતિ અને કોમી એખલાસ ભર્યું વાતાવરણ બરકરાર રહે તે માટે પોલિસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે એક જાહેરનામા દ્વારા સૂરત શહેરમાં તા.૨૨ માર્ચ થી તા.૫એપ્રિલ-૨૦૨૧સુધી હથિયારબંધી ફરમાવી છે. જે મુજબ કોઇ પણ વ્યક્તિએ શસ્ત્રો,  દંડા,  તલવાર, સોટા, ધોકા, બંદૂક, છરા, લાકડા કે લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડે તેવા સાધનો સાથે લઇ જવા નહી. આ ઉપરાંત કોઇ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખવા નહીં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓનો ફેકવાના કે ધકેલવાના શસ્ત્રો અથવા સાધનો સાથે લઇ જવા, એકઠા કરવા કે તૈયાર કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહી. જેનાથી સુરુચિનો અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહીં. તેવા હાવભાવ કરવા નહીં તેવી ચેષ્ઠા કરવી નહીં તથા ચિત્રો પત્રિકા કે પ્લે કાર્ડ અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવી નહીં અને બતાવવી નહીં. કોઇ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહીં. લોકોને અપમાન કરવાના ઇરાદાથી જાહેરમાં બુમો પાડવી નહીં અને ગીતો ગાવા નહીં સાથે વાદ્ય વગાડવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું ફરજ પરની વ્યકિતઓને લાગુ પડશે નહી. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

Exit mobile version