Site icon Gramin Today

વેરાવી (ફળિયા)ની ગુમ થયેલ અસ્થિર મગજની મહિલાની લાશ પાટખરેડા ગામની સીમ માંથી મળી આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

માંગરોળ: વાંકલ ગામના વેરાવી (ફળિયા)ની ગુમ થયેલ અસ્થિર મગજની મહિલાની લાશ ૧૫ દિવસ પછી પાટખરેડા ગામની સીમ માંથી મળી આવી:

માંગરોળ તાલુકાના વાંકલ (વેરાવી) ફળીયામાં રહેતા શાન્તાબેન વજીરભાઈ ચૌધરી  ઉંમર વર્ષ – ૫૦ જેઓ  ૧૫ દિવસ અગાઉ ગુમ થયાં હતાં, ત્યારબાદ પરિવારજનો દ્વારા માંગરોળ તાલુકા મથકનાં પોલીસ સ્ટેશનમાં મહિલા ગુમ થયેલા હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, ત્યાર બાદ મહિલાના પરિવારજનો દ્વારા પણ શોધખોળ કરવામાં આવી હતી, પણ મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હતો, ત્યાર બાદ માંગરોળ તાલુકાના પાટખરેડા ગામની સીમ માંથી મહિલાની લાશ મળી આવી હતી અને પરિવારજનો ચોંકી ગયા હતા અને તાત્કાલિક આ ઘટના અંગેની જાણ પરીવારજનો એ માંગરોળ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી, ત્યાર બાદ મહીલા ના મૃતદેહ નો કબ્જો લઇ મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

Exit mobile version