Site icon Gramin Today

વી. ટી.ચોક્સી લો કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના કુલપતિ સાહેબને પરીક્ષા પૂરતું રહેવા માટે આવેદનપત્ર અપાયું:

ગ્રામીણ ટુડે ન્યુઝ સુરત, નલિન ચૌધરી

વી.ટી. ચોકસી લો કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા આજ રોજ  વીર નર્મદ યુનિવર્સીટી હોસ્ટેલમાં પરીક્ષા દરમિયાન  રાત્રી રોકાણ બાબતે કુલપતિ સાહેબને હોસ્ટેલમાં  રહેવા માટેની સગવડ ઉભી કરવાં માટે આવેદનપત્ર અપાયું:

 સુરત: વી.ટી.ચોકસી લો કોલેજનાં વિદ્યાર્થિ ઓએ હાલ પરીક્ષા પૂરતું યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેવાની સગવડ કરી આપવા વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી, વિદ્યાર્થીઓ વી. ટી.ચોક્સી લો કોલેજમાં હાલ ચાલુ થઈ રહેલી પરીક્ષા સેમેસ્ટર.2,4 અને 6 ની પરીક્ષા આપવાની હોવાથી હાલ સમરસ હોસ્ટેલ માં કોવીડ -19 બનાવેલ હોય, જેથી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવાની સગવડ થઈ શકે તેમ નથી, જેથી ઘણા વિદ્યાર્થી દૂર ગામડાના હોઈ જે બાબતે હાલ વી.ટી.ચોકસી  લોના વિદ્યાર્થીઓને સેમેસ્ટર.2,4,6 ના વિદ્યાર્થીઓને પરીક્ષા પૂરતું યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેવાની સગવડ કરી આપવા યુનિવર્સિટી ના કુલપતિ સાહેબને લેખિતમા માંગ કરી છે, જેમાં વસાવા રણજીત વી .ચૌધરી, રમેશ કે. વસાવા, નિલેશ જે. ચૌધરી ,રાહુલ ડી. વસાવા ફુલસિંગ બી.સહીત અનેક વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. 

Exit mobile version