શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા મહિલા મોર્ચા દ્વારા વિવિધ ક્ષેત્રમાં કામગીરી કરનાર મહિલાઓને “સુષ્મા સ્વરાજ એવોર્ડ” થી સન્માનિત કરાયા;
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા દ્વારા અનેક મહિલાઓને એવોર્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.
રાજપીપળા: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લા મહિલા મોર્ચા દ્વારા રાજપીપળા નાં APMC ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરનાર ૯ જેટલી મહિલાઓને “સુષ્મા સ્વરાજ એવોર્ડ” આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને નાંદોદ નાં ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ અને નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા દ્વારા તમામ મહિલાઓનું એવોર્ડ આપી બહુમાન કરાયું હતું અને તમામ મહિલાઓને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે નાંદોદનાં ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા,નર્મદા જિલ્લા મહિલા મોર્ચા પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન, મહામંત્રી શ્રીમતી ભારતીબેન દેશમુખ, શ્રીમતી દક્ષાબેન પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી વિક્રમભાઈ તડવી, પ્રદેશ કારોબારીના સભ્ય શ્રીમતી રંજનબા ગોહિલ તેમજ જીલ્લા મહિલા મોર્ચાના અગ્રણી બહેનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા