Site icon Gramin Today

વિદેશી દારૂના ગુનાના કામે સંડોવાયેલ આરોપીને પાસામાં ધકેલતી એલ.સી.બી. નર્મદા તથા ગરૂડેશ્વર પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

શ્રી હરીકૃષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા શ્રી હિમકર સિંહ પોલીસ અધિક્ષક, નર્મદા નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો વિરૂધ્ધ સખત અટકાયતી પગલા લેવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને શ્રી એ.એમ.પટલ, પોલીસ ઇસ્પેક્ટર એલ.સી.બી.નાઓના સુપરવિઝન હેઠળ શ્રી સી.એમ.ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી., નર્મદાનાઓ તથા તેમના પોલીસ સ્ટાફ મારફતે વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ કરતા સામાવાળા વિરૂધ્ધ ગરૂડેશ્વર તેમજ રાજપીપલા પો.સ્ટે. વિસ્તારમાં બે પ્રોહીબીશનના ગુના દાખલ થયેલ હતા. આ કામના સામાવાળા ભદ્રેશભાઇ ઉર્ફે લાલો નિકુલભાઇ તડવી રહે. જુનાકોટ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદાનાની વધતી પ્રવૃતી ડામવા અને અંકુશમાં લાવવા સારૂ શ્રી. એ.એસ.વસાવા, પો.સ.ઇ. ગરૂડેશ્વરનાઓએ ગરૂડેશ્વર પો.સ્ટે. દ્વારા પાસા કેસ નં. ૦૨/૨૦૨૦ ના કામે સામાવાળો ભદ્રેશભાઇ ઉર્ફે કાલો નિકુલભાઇ તડવી રહે. જુનાકોટ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદાના વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, નર્મદાનાઓએને મોકલવામાં આવેલ હતી. જે પાસા દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, નર્મદાનાઓ દ્વારા મંજુર કરતા સામાવાળા વિરૂધ્ધ પાસા ડીટેન્શના હુકમ થતાં સામાવાળાને એલ.સી.બી પોલીસ સ્ટાફ મારફતે ડીટેઇન કરી જરૂરી કાર્યવાહી કરી આજરોજ તા.૩૧/૧૨/૨૦૨૦ના રોજ પાસાના કામે સુરત મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ છે,

તેમજ આ અગાઉ ભદ્રેશભાઇ ઉર્ફે કાલો નિકુલભાઇ તડવી રહે. જુનાકોટ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા નાઓ વિરૂધ્ધ નવસારી જીલ્લાના બીલીમોરા પો.સ્ટે. સી-પાર્ટ નં. 00૪૭/૨૦૨૦ ઇ.પી.કો. કામ ૬૫(એ)(ઇ), ૧૧૬બી, ૯૮(૨) મુજબ પણ ગુનો નોંધાયેલ છે. આ કામે નવસારી જીલ્લા પોલીસે પણ તેને અટક કરી જેલ હવાલે કરેલ.

પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાનાઓએ અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો સામે સખત અટકાયતી પગલા લેવાની સુચના અનુસંધાને નર્મદા પોલીસ આવી અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમોની પ્રવૃતિ ડામવા માટે સતત અને સખત અટકાયતી પગલા લેવા પ્રયત્નશીલ છે.

Exit mobile version