Site icon Gramin Today

વાલીયાથી ગુમ-થનાર યુવતીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ પોલીસ:

શ્રોત:ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી 

ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને જીલ્લામા ગુમ-થનાર બાળકો, યુવક-યુવતિઓ શોધી કાઢવા અંગે પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ઝઘડીયા તથા વાલીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે વાલીયા પો.સ્ટે. જા.જોગ નં. ૨૪/૨૦૨૦ સ્ટે.ડા.એ.નં. ૧૪/૨૦૨૦ ના કામની ગુમ થનાર યુવતી નિર્મલાબેન 0/0 સોમા ભાઇ મોહનભાઇ વસાવા રહે,વાલીયા, થાણા ફળિયુ તા.વાલીયા જી. ભરૂચનાનીને આજરોજ તા.૦૨/૧૦/૨૦૨૦ નારોજ ગોવાલી ગામે રહેતા ચતુરભાઇ મોહનભાઇ પરમાર નાઓ ઘરેથી શોધી કાઢી આગળની કાર્યવાહી કરવા સારૂ વાલીયા પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી ભરુચ પેરોલ ફર્લો સ્કોડ અ.હે.કો.મગનભાઇ દોલાભાઇ તથા પો.કો. નિલેશભાઇ નારસીગભાઇ તથા ડો.કો. અનિલભાઇ દિતાભાઇ તથા તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો, શિવાંગીસિંહ પ્રતાપસિંહ તથા ડ્રા.પો.કો. રાકેશભાઇ રામજીભાઇ તથા હે.કો. અશોકભાઇ બળદેવભાઇ એલ.સી.બી તથા યુ.પો.કો. ઈરીનાબેન દેસનાભાઇ ઝઘડીયા પો.સ્ટે.નાઓ દ્વારા ટીમવર્કથી સફળ કામગીરી કરવામાં આવેલ છે.

Exit mobile version