Site icon Gramin Today

વાડી ગામે જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે ઝડપી લીધા, કુલ રૂ. 13, 280 નો મુદ્દામાલ જપ્ત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા રઘુવીર વસાવા 

સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકાનાં  વાડી ગામે જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે ઝડપી લીધા. રૂ. 13, 280 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો:
ઉમરપાડા તાલુકાના વાડી ગામે સ્ટેશન ફળિયા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા ચાર ઇસમોને પોલીસે રૂપિયા 13280 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. વાડી ગામે જાહેરમાં પાના પત્તાનો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસને મળતા પોલીસ કર્મચારીઓ ની ટીમે ઉપરોકત સ્થળે રેડ કરી સ્થળ ઉપરથી ચારેય  ઇસમોને પોલીસે  ઝડપી લીધા છે, જેમાં (૧)ગજાનંદ ધોન્ડુભાઇ પોનીકર. રહે વેડરોડ સુરત. (૨) સુરજભાઈ સોમાભાઈ વસાવા રહે. વાડીગામ (૩) વિનોદભાઈ કાનજીભાઈ વસાવા રહે વાડીગામ બંને તાલુકો ઉમરપાડા. (૪) સલીમ કરીમ શેખ રહે માંડવી જોગણી નાકા ચાર ઈસમો ની અંગ ઝડતી   લેતા રૂપિયા 11920 તેમજ દાવ પર મુકેલા 1380 મળી કુલ 13280 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Exit mobile version