Site icon Gramin Today

વાડી ગામમાં પૂર્વ વડાપ્રધાન સ્વ: શ્રી રાજીવ ગાંધીની જન્મ જયંતીની ઉજવણી વૃક્ષારોપણ દ્વારા કરાય:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા રઘુવીર વસાવા 

સુરત જીલ્લાનાં ઉમરપાડા તાલુકાના વાડી ગામે યુવાનો તરફથી દેશના લોકલાડીલા નેતા એવા ભારતનાં પૂર્વ વડાપ્રધાન સ્વ: શ્રી રાજીવ ગાંધી ની 76મી જન્મ જયંતીની ઉજવણી વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી હતી.  ભારતનાં પૂર્વ વડાપ્રધાન સ્વ: રાજીવ ગાંધીએ  દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી, તેઓને  આજે આધુનિક ભારતનાં પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે, આ દેશની સેવામાં પોતાનું બલિદાન આપી તેઓ શહીદ થયા હતા તેમની સેવા કાળ દરમિયાન દેશની ઈન્ટરનેટ, ટેલીફોન સુવિધા ગરીબોને આવાસ યોજના મનરેગા યોજના બેરોજગારોને રોજગારી યુવાનોને નોકરીની તકો ગરીબોને મફત અનાજ આપવાની યોજના કોમ્પ્યુટર યુગની શરૂઆત કરનાર આ દેશના પ્રિય નેતા ની જન્મદિવસની ઉજવણી આજે સમગ્ર  હર્ષોલ્લાસ સાથે વાડી ગામ ખાતે ઉજવવામાં આવી હતી, આ ઉજવણી,વૃક્ષારોપણ પ્રસંગે વાડી ગામના અગ્રણી યુવા જીમી વસાવા તથા તેમની ટીમે હાજર રહીને તેમની જન્મ જયંતિની અનોખી રીતે  ઉજવી હતી.

Exit mobile version