Site icon Gramin Today

વાંસદા, હનુમાનબારી, રાણીફળિયામાં સ્વૈચ્છિક લોકડાઉન વેપારીઓનું પૂરતું સમર્થન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ વાંસદા, કમલેશ ગાંવિત 

કોરોનાના ડરથી વાંસદાના મુખ્ય બજારો સહિત સુમસામ નજરે પડ્યા વાહનોના વ્હીલ થંભી ગયા…!

વાંસદા, હનુમાનબારી, રાણીફળિયામાં સ્વૈચ્છિક લોકડાઉન વેપારીઓનું પૂરતું સમર્થન: બે દિવસ બંધનું એલાન..!

સમગ્ર વિશ્ર્વ માં કોરોનાનો હાહાકાર મચી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં પણ સતત કેસો વધતાં તેવા સંજોગોમાં વાંસદા તાલુકા બજાર બે દિવસ બંધનું એલાન કરવામાં આવ્યુ છે. કોરોના અને ધોમધખતા તાપની પણ અસર જોવાં મળી, 

વાંસદા તાલુકામાં વધતા જતા કોરોના કેસના લીધે રવિવાર-અને સોમવારે સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણય બાદ વહેલી સવારથી જ મુખ્ય બજાર સહિતનાં માર્ગો સુમસામ બન્યા છે મોટી સંખ્યામાં વાહનો રસ્તા પર પ્રસાર થતાં જોવા મળતાં હોય છે પરંતુ બંધ લોકડાઉનના લીધે વાહનોના પૈડા થંભી ગયા હોય તેવું લાગી રહયુ છે. 

વાંસદા તાલુકા મથકે કોરોનાનાં કેસની સીધી અસર હવે બજારોમાં પણ જોવા મળી રહી છે. શહેરના મુખ્ય બજાર કે જ્યાં દિવસ દરમ્યાન ગ્રાહકો થી ધમધમતા બજાર સહિતનાં માર્ગો ખાલીખમ જોવા મળ્યા હતાં. જેમાં વાંસદાના વેપારીઓ એ સ્વૈચ્છિક બંધને સમર્થન આપ્યું છે અને કોરોના મહામારીને ફેલાતી અટકાવવા નગરજનો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જે યોગ્ય જ છે. ત્યારે તંત્ર દ્વારા પણ હાલની પરિસ્થિતિ જોતા બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. ત્યારે વાંસદા શહેરનાં ખાલીખમ માર્ગો જ દર્શાવે છે કે સમજુ નગરજનો હવે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને કોરોનાને વધુ ફેલાતો અટકાવવા મક્કમ બન્યા છે.ચિંતા જનક વિષય છે. સંક્રમણ વધી રહયુ છે. શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વધવા થી ભયનો માહોલ જોવા મળ્યો છે. 

 

Exit mobile version