શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
વલસાડ વર્તુળના કુલ : ૪ વિભાગના વન અધિકારીઓનો કેસ સ્ટડી સંદર્ભે કિલાદ કેમ્પ સાઇટ ખાતે વર્કશોપ યોજાયો હતો.
આહવા: વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી મનીશ્વર રાજાના માર્ગદર્શન હેઠળ તેમના કાર્યક્ષેત્ર હસ્તકના વલસાડ ઉત્તર અને વલસાડ દક્ષિણ વન વિભાગ સહિત ડાંગ ઉત્તર અને ડાંગ દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રીઓ સર્વશ્રી અગ્નીશ્વર વ્યાસ અને નીલેશ પંડ્યા, મદદનીશ વન સંરક્ષકશ્રીઓ અને રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રીઓની કામગીરીનો વર્કશોપ યોજાયો હતો.
તાજેતરમા વાંસદા નેશનલ પાર્ક હેઠળની કિલાદ કેમ્પ સાઇટ ખાતે યોજવામા આવેલા આ વર્કશોપમા નવિન અને સારી બાબતો, કેસ સ્ટડીઝ, સક્સેસ સ્ટોરીઝ, અને વહીવટી તંત્રના વિવિધ પાસાઓની ચર્ચા કરી તેમા જરૂરી સુધારણાઓ, અને કાર્યરીતી બાબતે માર્ગદર્શન સાથે મંતવ્ય લઇ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ વર્કશોપમાં સુરત વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી સી.કે.સોનવણે, પાડોશી મહારાષ્ટ્ર રાજ્યના સરહદી નાશિક વન વિભાગના મુખ્ય વન સંરક્ષક શ્રી નિતિન ગડકે, નાશિક પૂર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પંકજ ગર્ગ એ પણ ઉપસ્થિત રહી બન્ને રાજ્યોની કાર્યપ્રણાલીઓ, અનુભવો વિગેરેનુ આદાનપ્રદાન કર્યું હતું.