Site icon Gramin Today

વાંસદા કોટેજ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને ઓક્સિજન અને બેડની અછત: જમીન પર સારવાર લેવાં મજબુર!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

નવસારી જીલ્લાના વાંસદા કોટેજ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત કારણે દર્દીઓ મોતને ભેટી રહ્યાં ની લોકમુખ દ્વારા ચર્ચાઓ:

કોટેઝ હોસ્પિટલ ખાતે સારવાર લેતાં એક દર્દીની લાસ મળી આવતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવ્યાંનાં સમાચાર! 

વાસદા કોટેજ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન કે બેડ મળતા નથી જમીન પર સારવાર લેતાં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

વાંસદા કોટેજ હોસ્પિટલમાં અપૂરતી સુવિધાઓ કારણે આરોગ્ય વિભાગ પણ લાચાર બન્યો છે, જિલ્લા તબીબો તંત્રને અનેકવાર રજૂઆત છતા પણ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી, મળતા જેથી કેટલાક દર્દીઓ મોતને ભેટ્યા છે. દર્દીને કોરોના થયા બાદ સૌથી પહેલી જરૂરિયાત ઓક્સિજનની હોય છે, ત્યારે આ ઓક્સિજનનો જથ્થો હવે ખૂટી રહ્યો છે,

હોસ્પિટલમાં નિયમિત ૫૦ બોટલોની નિયમિત જરૂર પડતી હોય છે પણ હાલમાં ૪૦ બોટલનો જથ્થો મળી રહે છે તે પણ ખૂટી રહ્યો છે. વાંસદા કોટેજ હોસ્પિટલની તા-૧૨-૦૪-૨૦ના રોજ મુલાકાત કરી હોસ્પિટલનો તાગ મેળવી ને કલેકટરે ૫૦ બેડ સાથે કોવિડ સેન્ટર વહેલી તકે ઊભો કરવાની સાથે ઓક્સિજન પૂરતાં પ્રમાણ સગવડ કરવાના વચન ને ૧૧, દિવસ વીતી ગયા છતાં હજુ સુધી કોવિડ સેન્ટર ઉભું નહિ થતા કલેકટરના ઠાલા વચન દેખાઇ રહ્યા છે કોરોના મહામારી વચ્ચે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા સારવાર લઈ રહેલ બે. દર્દીઓના બુધવારે ઓક્સિજન નહીં મળતા શ્વાસ રૂંધાતા મોત થવા પામ્યા હતા! 

હાલમાં ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિ વધુ નાજુક બનવા જઈ રહી છે. વાંસદા કોટેજમાં વધી રહેલા દર્દીઓની હાલત જોતા હવે ઓક્સિજન વધુ ઉપલબ્ધ કરવાની માંગ ઉઠવા પામી છે,

હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન બેડ મળતા નથી અને નવા દર્દીઓને એડમિટ કરવામાં આવતા નહીં હોવાની ફરિયાદો ઉઠી છે હાલની પરિસ્થિતિ વિકટ બની રહી છે. ત્યારે આદિવાસી વિસ્તારની ગરીબ જનતા રામ ભરોસે રહી છે, સૌથી પહેલી જરૂરિયાત ઓક્સિજનની હોય છે, ત્યારે આ જ ઓક્સિજનનો જથ્થો હવે ખૂટી પડ્યો છે. ઓક્સિજન નહિ મળતા દર્દી ટળવળીને મરી રહ્યાં છે. 

કોરોનાનો કહેર વધી રહ્યો છે. ઓક્સિજનની અછત સર્જાતા હોસ્પિટલ રેકોર્ડ મુજબ તા.૩-૦૪-૨૧ના રોજથી 388.દર્દીઓ અત્યાર સુધી સારવાર અર્થે દાખલ થઈ ચૂક્યા છે અને તેમાંથી ૧૫૫ સાજા થઈને ડિસ્ચાર્જ થયા સરકારી આંકડા મુજબ ૧૭-લોકોના મોત થયા છે હજુ પણ ઓક્સિજનની અછત સર્જાયતો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે.

Exit mobile version