Site icon Gramin Today

વાંસદામાં 73માં પ્રજાસ્તાક દિનના રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાદગી પૂર્ણ કરવામાં આવી: 

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

વાંસદા તાલુકાના ગંગપુર ઉપલા ફળીયા પ્રાથમિક શાળામાં 73માં પ્રજાસ્તાક દિન- વર્ષ 2022 ના રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાદગી પૂર્ણ કરવામાં આવી:

ગંગપુર ઉપલા ફળીયામાં ધ્વજ વંદન કાર્યક્રમ બાદ જાગૃકતાના ભાગરૂપે વાલી મિટિંગ પણ યોજાઈ હતી, 

વાંસદા તાલુકાના વિવિધ ગામોની શાળા સ્કૂલોમાં પ્રજાસ્તાક દિન અંતર્ગત કાર્યક્રમો યોજાયા.

વાંસદા : તા.26 જાન્યુઆરીના દિને આજરોજ વાંસદા તાલુકાના વિવિધ ગામોની શાળા થતાં સ્કૂલોમાં 73માં પ્રજા સત્તાક દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો, આજે રાષ્ટ્રીય પર્વ ઉજવણી નિમિતે ગંગપુર અને વાણારાસી ગામે પણ શિક્ષકો અને વાલીઓ દ્વારા આન બાન અને શાન થી તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

વાંસદા તાલુકામાં દરેક જગ્યાએ કોવીડ મહામારી વચ્ચે સરકારી ગાઈડ લાઇન્સનું કરવામાં આવ્યું પાલન,

આ વર્ષ ઉજવણી વખતે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ આ વર્ષ દરમિયાન ધ્વજ વંદન જેના હસ્તે કરવામાં આવ્યું તે ગામનાં તેજશ્વી વિદ્યાર્થીની કે જેમણે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરેલ એવાં દીકરી નિમુબેન શુક્કર ભાઈ ધીસરા ને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં, વધુમાં વર્ષ 2021-22 માં જે બાળકી જન્મેલા હોય તેમને પણ પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે ગંગપુર ઉપલા ફળીયા પ્રાથમિક શાળાના શિક્ષકો અને વાલી અને S.M. C. સભ્યો દ્વારા શિક્ષણ અને શાળાની કોઈ પણ સમસ્યા વિશે તકેદારી રાખી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્વળ રહે અને ઉચ્ચ સ્તરે શિક્ષણ મેળવી આગળ વધે તેવી શુભકામના સાથે ઓફલાઇન ઓનલાઇન શિક્ષણ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી રાજેન્દ્રભાઈ ભગરીયા, વિદ્યાર્થીઓ, વાલી મિત્રો, શિક્ષકો, S. M. C. સભ્યો સહીત વાંસદા માનવ અધિકાર સંગઠનના પ્રમુખ કમલેશભાઈ ગાંવિત અને અન્ય ગામનાં આગેવાનો હાજર રહયા હતાં.

Exit mobile version