Site icon Gramin Today

વાંસદામાં મોલદાર લાઈન ખાતે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ કાર્યાલયનું ઓપનિંગ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,વાંસદા કમલેશ ગાંવિત

વાંસદા તાલુકા દશેરા પાર્ટી કન્યા શાળા રોડ તરફ જતો રસ્તા મોલદાર લાઈન પાસે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ કાર્યાલયનુ કરાયું ઉદ્દઘાટન.

વાંસદા તાલુકા નગરમાં આજ રોજ RSSA કાર્યાલય નુ સંઘના કાર્યકરો દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ નિધિ સમર્પણ માટે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ. વર્ષો થી અયોધ્યા રામ મંદિર નિર્માણ વિવાદ ચાલતો આવેલ છે. તે હાલમાં સુપ્રીમ કોર્ટે દ્વારા હીન્દુ મુસ્લિમનો વિવાદ ખતમ કરેલ છે. વર્ષો જૂનો વિવાદ ખતમ થતાં હિન્દુ સંગઠનો દ્વારા સંઘના કાર્યકરો એ ગામે ગામે દરેક ભકતો નું સમર્થન લઈ કણ કણ આપવું, ક્ષણ ક્ષણ આપવું, આ જીવનનો અર્થ છે. જે જેવા મનથી આપે છે, તે તેવાં જ અધિક સમર્થ છે. તેવાં ભાવ સાથે દાન ભારતીય સનાતન સમાજ ની પૂરાતન વિશેષતા રહી છે. વિદ્યાર્થી, વાન પરથી, સંન્યાસી, ભિક્ષુક વગેરે જીવન વ્યાપન હેતુ સંશાધન ઉપલબ્ધ કરાવવા મંદિર તથાં તીર્થોમાં ધર્મશાળા તથાં અન્ય સમાજ ઉપયોગી સ્થાનોનુ નિર્માણ કરવું, સહયોગ કરવો, શ્રીમાનો  નો કાયમી સ્વભાવ રહ્યો જ છે. આને સામાજિક કાર્ય નું કર્તવ્ય પણ માનવામાં આવે છે. આ પ્રાચીન પરંપરા અનુસાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ભગવાન શ્રી રામ મંદિર નિર્માણ હેતુ સમગ્ર સમાજ ને સાત્વિક દાન આપવા અને સહયોગ આપવા આહવાન કરે છે. મહાસાગર પર સેતુબંધ ના સમયે ખિસકોલીની જેમ જ આ પવિત્ર યજ્ઞમાં યથાશક્તિ યોગદાન કરી પૂણ્ય ના સહભાગી બનો. એવી આગ્રહ ભરી વિનંતી સાથે વાંસદા તાલુકા દશેરા પાર્ટી કન્યા શાળા રોડ તરફ જતો રસ્તા મોલદાર લાઈન પાસે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ નિધિ સમર્પણ માટે ઉદ્દઘાટન કાર્યાલયનુ કરવામાં આવ્યુ.આ કાર્યાલયનુ ઉદ્ઘાટન સમયે RSSA ના કાર્યકરો ભરતભાઈ પટેલ વાંસદા, કાર્યવાહ સંજયભાઈ મોરે, વાંસદા તાલુકા ના સામાજિક અગ્રણી અને રાજકીય અગ્રણી ઓ હાજર રહ્યા હતા. તથાં જીલ્લા કીસાન મોરચાના મંત્રી ભુપેન્દ્રભાઇ પી. પટેલ દ્વારા સમર્પણ નિધિ 5555 રુપિયા, ઉનાઈ ના એડવોકેટ જશવંતભાઇ દ્વારા 5100 રુપિયા નું દાન, વાંસદા તાલુકા ના દિલીપભાઈ પટેલ દ્વારા કાર્યાલય નુ સમર્પણ કરવામાં આવ્યુ છે. સમર્પણ માટે સંપર્ક નંબર: 88492 29487 * 97275 25171

Exit mobile version