Site icon Gramin Today

વાંસદાનાં હનુમાનબારી ગામે વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ ચૂંટણીલક્ષી જાહેર સભા ગજવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

નવસારી જીલ્લાના વાંસદા હનુમાનબારી ગામે વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ ચૂંટણી લક્ષી  જાહેર સભા સંબોધી. 

આજની સભામાં નવસારી જીલ્લા પ્રભારી, વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંતભાઈ પટેલ ,જિલ્લા બેઠકનાં ઉમેદવાર  રાજીતભાઈ પાનવાલા, તાલુકા ઉમેદવાર યોગેશભાઈ દેસાઈ તથાં તમામ જિલ્લા પંચાયત ઉમેદવારો અને તાલુકા પંચાયતના ઉમેદવાર સહીત કૉંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં વાંસદા તાલુકાના મતદારો એ હાજરી  આપી હતી. 

ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા ભાજપ પર આંકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે ભાજપની આ સરકાર ભ્રષ્ટાચારી છે, એવું ઉમેર્યું હતું, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દા લઈ સરકાર પર પ્રહારો કર્યા હતાં. વધુ માં જણાવ્યું હતું કે કોરોના મહામારી માં માસ્ક ના નામે 1000 રુપિયા લેખે કરોડોના લોકો પાસેથી દંડ વસુલાત કર્યો. લોકડાઉન માં દૂધના વ્યવસાય કરતાં ખેડૂતો ની ગાયને ઘરે ઘરે પીળી કડી મારી આધાર કાર્ડ ગાયનાં બનાવી ટેક્ષ વસુલાત કરવા મારેલ છે. સેમી ફાઈનલની આ ચુંટણી એટલે સ્થાનિક સ્વરાજની ચુંટણી, મધ્યાહન ભોજન કૉંગ્રેસની સરકાર માં શાળા માં તાજું અને સ્વાદિષ્ટ મળતું હતું. હવે ચાલુ સરકાર માં મશીન મા કોન્ટ્રાકટ પધ્ધતિ બનાવી સડેલું ખવડાવવા માં આવે છે. સરકારી શાળાઓ બંધ કરવાની નોબત આવી છે. ત્યારે કૉંગ્રેસ સમિતિ દ્વારા અમે ચાલુ કરાવીશું. કૉંગ્રેસના વકતા ઓ એ આગળ સંબોધન માં ઉમેર્યું કે 28 તારીખે નસીબ ના દ્વાર ખુલવાના છે. કૉંગ્રેસની જેટલી બહેનો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક પર ઉભી છે તે ઝાંસીની રાણીઓ છે. નસીબ બદલવાની તારીખ 28 છે. તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં પણ ઝંડો લહેરાશે. તેવું ઉત્સાહિત અને આકર્ષક મજબુતાઈ વાળુ કડકાઇથી સંબોધન કરાયું હતું. 

પરેશભાઇ ધાણાનીએ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ ના વખાણ કરતાં કહ્યું હતું કે જોશીલા, ખ ન્તિલા  છે. આજે સંવિધાન જોખમમાં છે. ગાંધી અને સરદાર નુ ગુજરાત ગુલામ થયું છે. ઈમાનને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નોકરીઓ નથી મળતી ,ગેસના બાટલા, પેટ્રોલ ના ભાવ આસમાને પહોંચ્યા, બેકારી, જી.એસ.ટી. અને નોટબંધી, મોંઘવારી એ હદ વટાવી છે, ફેકટરીઓ અને નાના કારખાનાં ને તાળાં લાગી ગયા. પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી પર અને સરકાર પર આંકરા પ્રહારો કર્યા હતાં.

Exit mobile version