Site icon Gramin Today

વલસાડ જિલ્લામાં પતિનાં અન્ય સ્ત્રી સાથે ના સંબંધથી ત્રાસીને મહિલાએ 181 ટીમની મદદ માંગી: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

વલસાડ જિલ્લાના એક તાલુકામાં પતિનાં અન્ય સ્ત્રી સાથે ના સંબંધથી ત્રાસીને મહિલાએ 181 અભ્યમ્  ટીમની મદદ માંગી: 
181  અભ્યમ્ મ હિલા હેલ્પલાઇન મહિલાઓ માટે ખરાં અર્થમાં આશીર્વાદ સાબિત થઈ રહી છે. જેમાં મહિલાને ઘરેલું હિંસા, છેડતી જેવાં અનેક બનાવોમાં મદદ, સલાહ, સુચન અને માર્ગદર્શન અને બચાવ કરી મહિલાને ભય મુક્ત બનાવતી અભ્યમ ટીમ મહિલાઓની મદદ માટે દિવસ અને રાત કામ કરી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના એક છેવાડાના ગામમાંથી એક પરણિત મહિલાએ 181 હેલ્પલાઇન ટીમને કૉલ કરી અને તેમને મદદ કરી લગ્ન જીવનને તૂટતું બચાવવા માટે જણાવ્યું હતુ.
જેથી વલસાડ અભ્યમ ટીમ તરત જ મહિલાએ જણાવેલ સરનામા પર પહોંચી અને વાતચીત કરતાં જાણવા મળેલ કે તેમના લગ્ન જીવનને ઘણો સમય થયો છે. બે બાળકો છે. અને હાલમાં પાંચ છ મહિના પહેલાં તેમનું લગ્ન જીવન ખૂબ જ સારુ ચાલતું હતું. પરંતુ હાલમાં થોડાં મહિના પહેલાં તેમનાં પતિ નોકરી કરવાં માટે જાય છે. ત્યાં તેમનાં પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેઓ પરણિતા અને પરિવારના સભ્યો સાથે નાની નાની બાબતોમાં ઝઘડો કરે છે. અને ઝઘડાનું કારણ જણાવવા માટે જણાવે તો અલગ થવા માટે જણાવે છે. અને પરણિતા અને બાળકો સાથે ગુસ્સાથી વર્તન કરી કોઇ સંબંધ રાખતાં નથી. અને પરણીતાને અફેરની જાણ થતા પતિને માફ કરી સુધરી જવા માટે જણાવેલ પરંતુ પતી સમજવા માટે રાજી ન થતાં મુશ્કેલીમાં મુકાયેલ મહિલાએ 181ટીમની મદદ માંગી હતી. જેથી અમારી 181ટીમ તેમનાં પતિને કાઉન્સિલિંગ કરી કાયદાકિય માહિતી આપી અને સમજાવવાની કોશિશ કરતા તેઓને પોતાની ભૂલનો અહેસાસ થતાં તેઓએ તેમની ભૂલ સ્વીકારી અને હવે પછીથી કોઇ પણ સ્ત્રી સાથે સંબંધ ન રાખી અને પોતાની પત્ની તેમજ પરિવાર સાથે સારી રીતે રહેવા માટે જણાવતા સામાપક્ષને પણ આ બાબતે હવે પછીથી કોઈ પણ ભૂલ ન કરવા માટે જણાવી અને પોતાની પત્ની અને બાળકો હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવો એ ગુનો છે. જેથી સામાં પક્ષને પણ પરણિતા નાં લગ્ન જીવનને ખલેલ પહોંચે તેવું વર્તન ન કરવાં માટે જણાવતાં બંને પક્ષ આ બાબતે ભૂલ ન થાય તે માટે જણાવતાં પરણિત મહિલા પણ તેમનાં પતિને માફ કરી અને પતી પણ પોતાથી થયેલ ભૂલ માટે માફી માંગી અને સારી રીતે રહેવા માટે રાજી થતા 181 વલસાડ અભ્યમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આમ પરણિતા નાં પતીને પરણિતા અને પરિવારના સભ્યો ઘણું સમજાવવા છતાં પણ અલગ રહેવા માટે જીદ પકડેલ હોવાથી 181ટીમની મદદથી સલાહ, સુચન અને કાયદાકિય માહિતી આપી અને તેમની ભૂલનો અહેસાસ કરાવી અને પરિવાર સાથે રહેવા માટે રાજી કરી ખૂબ જ મુશ્કેલીમાં મુકાયેલ એક પરણિત મહિલાને મદદ પહોંચાડી એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.

Exit mobile version