Site icon Gramin Today

વનવિભાગ ગોરા રેન્જ દ્વારા રાત્રી પેટ્રોલીગ દરમિયાન નાનીરાવલ ગામેથી ઇતર લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી કિ.રૂ.1,00,000/-નો મુદ્દામાલ સહિત ટ્રક જપ્ત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

નર્મદા જિલ્લા વનવિભાગ ગોરા રેન્જ દ્વારા આર.એફ.ઓ. શ્રી વીરેન્દ્રસિંહ ધરિયા ની સૂચના અને માર્ગ દર્શન હેઠળ સંજય બારીયા, વલ્લભ તડવી,પ્રકાશ તડવી, વી. કે .તડવી વનવિભાગ ગોરા રેન્જનો સ્ટાફ નાઈટ પેટ્રોલીગમાં હતા, તે દરમિયાન કેવડિયા થી રાજપીપલાને જોડતા હાઇવે પર રાત્રીના સમયે સંકાનાં આધારે ટ્રક નંબર G.J.01 – UU – 4374 ને રોકતા વિના પરવાનગી અને પરમિશન વિના ટ્રાન્સપોટેશન કરતા નાનીરાવલ ગામેથી ઇતર લાકડાની ટ્રક પકડાયેલ અને ધનિસ્ટ તપાસ અર્થે ગોરા રેન્જ ખાતે લાવેલ છે ,જેની તપાસ ચાલુ છે,  જેમાં કિ.રૂ.1,00,000/- નો મુદ્દામાલ અને ટ્રક તપાસ અર્થે જપ્ત કરેલ છે

Exit mobile version