Site icon Gramin Today

રીફ્લેક્ટરના નામે હાઇ-વે ઉપર રૂપિયા ઉધરાવતી હરીયાણાની ટોળકીને ઝબ્બે કરતી એલ.સી.બી.નર્મદા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ જીલ્લામાં અસામાજીક તત્વો તેમજ બહારના રાજ્યની ટોળકી ગુનાઓ આચરતા હોવા બાબતે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના તેમજ માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફ જીલ્લામાં નાઇટ રાઉન્ડમાં નીકળેલ હતા, દરમ્યાન તિલકવાડા પો.સ્ટેના હદ વિસ્તારના બુજેઠા ચેક પોસ્ટ પાસે કેટલાંક ઇસમો હાઇ-વે ઉપર વાહનો રોકી રૂપિયા ઉધરાવતા હોવાનું ધ્યાને આવતા તે તમામની પુછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ આપી શકેલ નહી અને તેમના ઉપર શક જતા તેમની પાસે કોઇ અધિકૃત સંસ્થાના આઇ
કાર્ડની માંગણી કરતા નહી હોવાનું જણાવેલ તેમજ તેમના નામ-સરનામાની પુછપરછ કરતા (૧) સુભાષ વીરસિંગ ગોડ રહે. વીરસિંહ હાઉસ નં. ૨૯૨, સેક્ટર-૧૨ પ્રતાપ વિહાર, વિજયનગર, ગાજીયાબાદ ઉત્તરપ્રદેશ (૨) ગુરદિપસિંહ રામકુમાર રહે ૧૨૮૦/૧ શાસ્ત્રીનગર, રોહતક, હરીયાણા (3) નરેન્દ્ર પુર્ણસિંહ બલોદા રહે- ભીવાની ચુંગી, નવી રાજેંદ્ર કોલોની , રોહતક, હરીયાણા (૪) પવનકુમાર દિલબાગસિંહ જાદ રહે૨૪૧૪/૪ ન્યુ રાજેદ્ર કોલોની પાસે શર્મા મોડલ સ્કુલ, રોહતક, હરીયાણા, (૫) અમીતકુમાર રામનિવાસ જાદ રહે- ૨૪૧૨/૪ નવી રાજેંદ્ર કોલોની પાસે, મોડલ સ્કુલ, રોહતક, હરીયાણા, (૬) રમેશકુમાર રામકુભાયા રહે- એચ નં. ૭૩/૧૨ જે વોર્ડ ૩૦, મેડીકલ કેમ્પ બે ફાટકની પાસે, રોહતક, હરીયાણાના હોવાનું જણાવેલ તેઓની અંગઝડતી કરતા મોબાઇલ નંગ-૬ કિ.રૂ. ૮,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૭૯૪૦/- તથા જરૂરી દસ્તાવેજો મળી આવતા આ તમામ ગેરકાયદેસર રીતે રૂપિયા ઉધરાવી હાઇ-વે ઉપર જતા વાહન ચાલકોને હેરાન કરવાની પ્રવૃતિ ધ્યાને આવતા આ તમામ આરોપીઓ વિરૂધ્ધ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Exit mobile version