Site icon Gramin Today

રાષ્ટ્રીય એકતા દિવસે સંસદ મનસુખભાઇ વસાવાનું નિવેદન : આગામી સમયમાં આદિવાસીઓ માટે મોટાપાયે રોજગારીની તકો ઉભી થશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર

અગાઉ લોકોમાં ગેર સમજ ઉભી કરાઈ હતી પરંતુ લોકો હવે સમજી ગયા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના પ્રોજેક્ટો લોકોના હિત માટે જ છે.

રાજપીપળા : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ૩૦ અને ૩૧મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન કેવડિયાની મુલાકાતે આવ્યા હતા,૩૦ મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી દ્વારા ૧૭ જેવા વિવિધ અકર્ષણોનું લોકાર્પણ કરાયું હતું અને આજે એકતા પરેડમાં ભાગ લીધો હતો.

આજના દિવસે સંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું છે કે કેવડીયા વિસ્તારમાં વધુમાં વધુ વિકાસ થઇ રહ્યો છે ત્યારે આદિવાસી લોકો જે કેવડિયા વિસ્તારમાં વસે છે, તેમનો પણ વિકાસ થશે સાંસદે જણાવ્યું કે જ્યારે કેવડિયા વિસ્તારમાં આટમોટો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આદિવાસી યુવાનો પોતે તેમાં ભાગ લઈ પોતાના લોકો અને પોતાનો વિકાસ કરે આગામી સમયમાં વધુ મોટા પ્રોજેકટ આવશે અને તેમાં વધુ વિકાસ થશે, જયારે ગત સમય કરતાં વિરોધ વન્ટોળ પણ ઓછો થયો છે, અગાઉ લોકોને લાગતું હતું કે સ્થાનિકોને નુકશાન થશે, જેમાં લોકોમાં ગેર સમજ ઉભી કરાઈ હતી, પરંતુ લોકો હવે સમજી ગયા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના પ્રોજેક્ટો લોકોના હિત માટે જ છે.

Exit mobile version