શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપળા :- નર્મદા જિલ્લામાં રાજ્ય પરીક્ષા બોર્ડ ધ્વારા તા. ૧૨ મી ઓક્ટોબરથી તા. ૨૦ મી ઓક્ટોબર, ૨૦૨૦ દરમિયાન રાજપીપલા કેન્દ્રના નિયત કરાયેલ સરકારી હાઇસ્કૂલ રાજપીપલા કેન્દ્ર ખાતે યોજાનારી D.EL.ED/D.P.S.E./HOME Science ની પરીક્ષાઓને અનુલક્ષીને પરીક્ષાઓની વિશ્વાસનીયતા વધે તેમજ તેજસ્વી. વિધાર્થીઓને ન્યાાય મળી રહે, પરીક્ષામાં ગેરરીતિઓથી પરીક્ષાર્થીઓને કોઇ અડચણ ન થાય તથા ગેરરીતીઓ અટકાવી શકાય તે હેતુસર નર્મદાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ઉક્ત પરીક્ષાઓના સમયગાળા દરમિયાન તા.૧૨ મી ઓક્ટોબરથી તા.૨૦ મી ઓક્ટોબર, ૨૦૨૦ સુધી નર્મદા જિલ્લાના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોમાં તેના માલીકો/સંચાલકો જાહેર પરીક્ષાને લગતાં કોઇપણ સાહિત્ય પ્રશ્નપત્ર, જવાબવહી તથા કાપલીઓની ઝેરોક્ષ નકલ કાઢી શકશે નહી તથા ઉક્ત પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રના ૧ (એક) કિ.મી. વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોના સંચાલકોને તેઓના ઝેરોક્ષ મશીનો બંધ રાખવા હુકમ ફરમાવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.