Site icon Gramin Today

રાજપીપળા પો.સ્ટે.ના મારા મારીના ગુન્હામાં 7 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી SOG નર્મદા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપળા : પોલીસ મહાનિરીક્ષક હરીકૃષ્ણ પટેલ સાહેબ વડોદરા વિભાગ,વડોદરાનોઓની સુચના તેમજ નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર કે.ડી. જાટ એસ.ઓ.જી.શાખા નર્મદા ની સુચનાથી એસ.ઓ. જી.શાખાના સ્ટાફના માણસો દ્વારા રાજપીપળા પો.સ્ટે.ના 2013 ના મારા મારીના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપી મહેશભાઇ દેવજીભાઇ તડવી હાલ રહે.સુરતને બાતમીના આધારે સુરત ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે રાજપીપળા પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.

Exit mobile version