Site icon Gramin Today

રાજપીપલાની જનરલ હોસ્પિટલના સંકુલમાં સિવીલ સર્જનશ્રી ડૉ. જ્યોતિબેન ગુપ્તાના હસ્તે કરાયું ART સેન્ટરનું ઉદધાટન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા જિલ્લાના ART ના દરદીઓને બરોડા સુધી જવુ ન પડે અને જિલ્લા કક્ષાએ જ સમયસર સારવાર મળી રહે તે હેતુસર રાજપીપલાની જનરલ હોસ્પિટલના સંકુલમાં ડિસ્ટ્રીક્ટ ટી.બી.સેન્ટરના મકાનમાં નવાં ART સેન્ટરનું ઉદધાટન સિવીલ સર્જનશ્રી ડૉ. જ્યોતિબેન ગુપ્તાના હસ્તે આજે કરાયું હતું. આ વેળાએ સિવીલ હોસ્પિટલના આર.એમ.ઓ શ્રી ડૉ. મજીગાવકર, ડૉ.કોઠારી, ડૉ. જે.એલ.મેણાત, ડૉ. રવિ રાઠોડ સહિત તબીબી કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉક્ત ART સેન્ટર ગુજરાત સ્ટેટ એઇડ્સ કંન્ટ્રોલ સોસાયટી અમદાવાદ સંચાલિત છે. જેમાં મેડીકલ ઓફીસર, કાઉન્સેલર, લેબ ટેક્નીશીયન તથા સ્ટાફનર્સ કાર્યરત છે. નવાં ART સેન્ટર ખાતે દરદીઓના નિદાન, સારવાર, ફોલોઅપ અને કાઉન્સેલીંગ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ART સેન્ટરના નોડલ ઓફિસર તરીકે જનરલ હોસ્પિટલના સિવીલ સર્જનશ્રી ડૉ. જ્યોતિબેન ગુપ્તાની સરકારશ્રી દ્વારા નિમણૂંક કરાઇ હોવાનું જનરલ હોસ્પિટલના સિવીલ સર્જનશ્રી, રાજપીપલા. જિ. નર્મદા તરફથી જણાવાયું છે.

Exit mobile version