Site icon Gramin Today

મોસીટ થી સોરાપાડા જવાના માર્ગે ખેતરોની માટી ફરી વળતા રસ્તાની બિસ્માર હાલત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા,  સર્જન વસાવા

નર્મદા જીલ્લાનાં  મોસીટ થી સોરાપાડા જવાના માર્ગે ખેતરો  ની માટી ફરી વળતા રસ્તાની બિસ્માર હાલત થઇ જવા પામી છેઃ વાહન ચાલકો ના વાહનો  કાદવ કીચડ મા ફસાતા અવરજવર માટે વાહન ચાલકો ને ભારે હાલાકી

નર્મદા જિલ્લા મા ભારે વરસાદ પડતા તેમજ નર્મદા ડેમ સહિત કરજણ ડેમ ના પાણી ઉપરાંત જંગલ વિસ્તારમાં આવેલી નદી ઓમા પણ ઘોડાપુર આવતા ભારે તારાજી સર્જાઇ છે. ખેતી ના પાક ને નુકશાન, રસ્તાઓનુ ધોવાણ , પુલો ને ભારે નુકસાન નાળા ધરાશાયી થયા હોવાનું જાણવા મળ્યું છે , ત્યારે જીલ્લા ના દેડિયાપાડાતાલુકા ના મોસીટ થી સોરાપાડા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર કાદવ કીચડ થતા માર્ગ ને ભારે નુકસાન થતા લોકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકા ના મોસીટ થી સોરાપાડા તરફ જવાનો મુખ્ય માર્ગ જીલ્લા પંચાયત દ્વારા ડામર નો બનાવેલ છે આ માર્ગ ઉપર સમગ્ર દેડિયાપાડા વિસ્તારમાં ભારે વરસાદ પડતા નદી ઓ ખાળીઓ ગાંડીતુર બની હતી જેથી ખેતરમાં પણ પાણી ભરાયા હતા , ખેતરો મા પાણી ભરાતા અનેક દિવસો સુધી પાણી ન ઓસરતાં ખેતર ની કાંપ વાળી માટી મોસીટ થી સોરાપાડા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર ફરી વળી હતી.

ખેતર ની માટી રોડ ઉપર ફેલાતા કાદવ કીચડ થતા માર્ગ ઉપર અવરજવર કરવામાં આ ગામના લોકો હાલ અનેક મુશ્કેલીઓ વેઠી રહયા છે.ગામ ના ફોર વ્હીલ સહિત મોટરસાઈકલ જેવા વાહનો કાદવ કીચડ થતા માર્ગ માજ ફસાઇ જતા લોકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આ બાબતે પંચાયત માર્ગ મકાન દેડિયાપાડા કચેરી મા ગ્રામજનો એ રજુઆત કરી હોવાનું પણ જાણવા મળેલ છે.આ બાબતે જેસીબી મોકલી મુખ્ય માર્ગ ઉપર થી કાદવ કીચડ હટાવવાની સાંત્વના અપાઈ છે.

Exit mobile version