શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
માનસિક અસ્થિર યુવતી ભૂલી પડી જતા પરિવાર સાથે પુનઃ મિલન કરાવતી 181 અભયમ ટીમ વલસાડ.
મહિલાઓની સુરક્ષા કાજે 24 કલાક અવિરત પણે કાર્ય કરતી 181 મહિલા અભયમ હેલ્પલાઇન ટીમે ભૂલી પડેલી માનસિક અસ્થિર એવાં યુવતીને ઘરે પહોંચાડી ને પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવ્યો હતો.
એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર વલસાડ જિલ્લાના એક ગામમાંથી કોલ કરી અને જણાવેલ કે તેમના ગામમાં એક અજાણી માનસિક રીતે બીમાર એવાં ભૂલી પડી ગયેલ યુવતી વિશે માહિતી આપેલ જે અંગે 181 અભયમ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગભરાઈ ગયેલ યુવતી ની સાથે વાતચીત કરતા તેમને કશું યાદ જ નહોતું જેથી તેમનો પરિચય અને ઘરનું એડ્રેસ મેળવવું પણ મુશ્કેલ બની ગયું હતું તેવા સંજોગોમાં યુવતીને ધીરજ પૂર્વક વાતચીત કર્યા બાદ થોડી રાહ જોઈ હિંમત આપી અને કાઉન્સિલિંગ કર્યા બાદ તેઓએ તેમના ગામના આજુબાજુના ઘણા ગામોના નામ આપેલ અને તેમના જણાવેલ ગામના આગેવાનોને કોન્ટેક્ટ કરી અને પૂછપરછ કરતા જાણવા મળેલ કે પારડી તાલુકાના એક ગામની યુવતી આશરે ત્રણ દિવસથી માનસિક સ્થિતિ સારી ન હોવાથી ઘરેથી નીકળી ગયેલ છે અને ઘણી શોધખોળ કર્યા છતાં પણ મળેલ નથી. અને જેમાં યુવતીએ જણાવેલ અલગ અલગ નામ અને ગામ મળતું આવતા યુવતીના પરિવાર સાથે કોન્ટેક્ટ કરી અને યુવતીને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.
ત્યારબાદ તેમના જણાવેલ સરનામા પર પહોંચી અને પરિવાર સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે ઘણા સમય પહેલા યુવતી ની તબિયત અચાનક બગડતા તેઓની માનસિક સ્થિતિ બગડી ગયેલ અને આગળ પણ તેઓ ઘરેથી નીકળી ગયેલ. અને હાલમાં પણ ત્રણ દિવસથી ઘરે જાણ કર્યા વગર તેઓ નીકળી ગયેલ અને ઘણી શોધ ખોળ કરવા છતાં પણ મળેલ નહીં અને 181 ટીમ દ્વારા યુવતી મળી જતા યુવતીના પરિવાર ખૂબ જ રાજી થયા હતા અને 181 ટીમ દ્વારા યુવતીના પરિવારને યુવતીને સહી સલામત સોંપી અને યુવતી ની માનસિક સારવાર કરાવવા માટે અને યોગ્ય કાળજી અને ધ્યાન રાખવા માટે સલાહ આપી હતી અને પરિવારને પણ યુવતી મળી જતા શાંતિ અનુભવતા 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આમ ભૂલી પડી ગયેલ માનસિક અસ્થિર યુવતીનું કાઉન્સિલિંગ કરી અને પરિવાર સાથે પુનઃ મિલન કરાવી વલસાડ 181 અભયમ ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.