Site icon Gramin Today

માથાભારે ઇસમની તડીપાર હેઠળ ડીટેઇન કરતી દહેજ પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ, વડોદરા, તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા, ભરૂચ નાઓએ ભરૂચ જીલ્લાના અસામાજિક તત્વો વિરૂધ્ધમાં સખ્ત કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે મદદનિશ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા ભરૂચ વિભાગ, ભરૂચના માર્ગદર્શન હેઠળ એ.સી.ગોહીલ પોલીસ ઈન્સ્પેકટર દહેજ પો.સ્ટે. નાઓએ લુકમાન આદમ ઇબ્રાહીમ પટેલ (ભુરા) ઉ.વ.૩૯ ૨હૈ, ૧૮૮, મીસ્ટર ફળીયુ, દહેગામ, તા.જી. ભરૂચ નાઓની તડીપાર દરખાસ્ત તૈયાર કરી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી ભરૂચનાઓ તરફ મોકલી આપતા તેઓશ્રીએ ભરૂચ જીલ્લાની હદ માંથી તડીપાર કરવા હુકમ કરતા સામાવાળા લુકમાન આદમ ઇબ્રાહીમ પટેલ (ભુરા) ઉ.વ.૩૯ રહે, ૧૮૮, મીસ્ટર ફળીયુ, દહેગામ, તા, જી. ભરૂચ નાને આજરોજ તા. ૧૫/૧૨/૨૦૨૦ ના કલાક:૧૪/00 વાગે ડીટેઇન કરી રાંદેર પો.સ્ટે. સુરત શહેર ની હદમાં મોકલી આપેલ છે.

આવા અસામાજિક તત્વો વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવા માટે દહેજ પોલીસ કટીબધ્ધ છે.

Exit mobile version