Site icon Gramin Today

માંડવી પોલીસ દ્વારા આયોજીત તિરંગાયાત્રામાં આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ જોડાયા: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

માંડવી પોલીસ દ્વારા આયોજીત તિરંગાયાત્રામાં આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ જોડાયા: 

આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવીના છ નિવૃત સૈનિકોનું મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત સન્માન કરાયું:

સુરતઃ  આઝાદીના અમૃત્તકાળને વધુ યાદગાર બનાવવા અને માતૃભૂમિને નમન અને દેશના સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા દેશભરમાં મારી માટી, મારો દેશ અભિયાન વેગવંતુ બન્યું છે. દેશભકિતના નારા સાથે માંડવી પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત તિરંગાયાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજી હળપતિ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો વિદ્યાર્થીઓ જોડાયા હતા. મંત્રીશ્રીના હસ્તે માંડવીના નિવૃત્ત સૈનિકો સર્વશ્રી મહેન્દ્રભાઈ ચૌધરી (કલમકુવા), નારસિંગભાઈ ચૌધરી (નરેણ), એ.એસ.ચૌધરી(સાલૈયા), દિનેશભાઇ ચૌધરી (તરસાડા ખુર્દ) મહેશભાઈ ચૌધરી (ગવછી)નું પુષ્પમાળા અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

આ તિરંગા યાત્રામાં ઠેરઠેર લોકોએ પુષ્પવર્ષા કરી તમામ યાત્રીઓને આવકાર્યા હતા. યાત્રીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ માનભેર તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા. તિરગાયાત્રા માંડવી પોલીસ સ્ટેશનથી માંડવી સુપડી વિસ્તાર, માંડવી મેઈન બજાર થઇ પોલીસ સ્ટેશને સમાપન થઇ હતી.

આ અવસરે માંડવી પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી હેમંત પટેલ દ્વારા તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓને તિરંગાના વિશેનું મહત્વ અને તિરંગાના સન્માન માટે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

આ તિરંગાયાત્રામાં માંડવી પ્રાંત અધિકારી શ્રી જનમભાઇ ઠાકોર, તાલુકા વિકાસ અધિકારીશ્રી ધર્મેશભાઇ મહાકાલ મામલતદારશ્રી મનીષભાઇ પટેલ, માંડવી પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો અને માંડવી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

પત્રકાર : ફતેહ બેલીમ બ્યુરો ચીફ સુરત

Exit mobile version