Site icon Gramin Today

માંડવી તાલુકાના સેરૂલા માર્ગ પર આવેલાં પીપલવાડા ગામેથી અજગર પકડાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, સુરત નલિન ચૌધરી

સુરત જીલ્લાના માંડવી તાલુકાના સેરૂલા માર્ગ પર આવેલાં પીપલવાડા ગામના ડુંગરી ફળિયામાં આજ રોજ અજગર નજરે જોવા મળી આવતાં ગ્રામજનોના લોક ટોળા અજગર જોવાં માટે દોડી આવ્યા હતા,  જેની જાણ ગામના ડેપ્યુટી સરપંચ વિનોદભાઈ ચૌધરીને થતાં તેઓ પણ અજગર જોવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને માંડવી વન વિભાગના આર.એફ.ઓ. ઉપેન્દ્રસિંહ રાઉલજીને જાણ કરતાં તેમણે તાત્કાલિક ધોરણે પોતાના સ્ટાફને સુચના આપીને બીટગાર્ડ દીનેશભાઈ અને રેસકયુ ટીમના સભ્ય તેમજ જીવદયાપ્રેમી વિશાલસીહ ગોહિલ ઘટનાસ્થળે તાત્કાલિક પોહોચી ગયા હતા, અને જગ્યા પરથી ૧૦ ફુટ લાંબા અજગરને ભારે જહેમત બાદ રેસકયુ કરી પકડી લેવામાં આવ્યો હતો અને આ પકડાયેલ અજગરને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Exit mobile version