Site icon Gramin Today

માંગરોળના હરસણી ગામે ઓપરેશનગ્રુપ ની રેડ, ત્રણ લાખનો વિદેશી દારૂ સાથે એકની અટક: બે વોન્ટેડ તપાસ ઉમરપાડા PSI ને અપાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

માંગરોળ તાલુકાનાં હરસણી ગામે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષકની કચેરીની ઓપરેશનગ્રુપ ટીમે, હરસણી ગામે કુવા ફળિયામાં રહેતાં ભુપેન્દ્ર ઉર્ફે સેવતુભાઈ વસાવાને ત્યાં રેડ કરતાં વિદેશી દારૂની ૧૮૭૨ બોટલો મળી આવી હતી.

ઓપરેશનગ્રૂપનાં મહેન્દ્ર શનાભાઈ એ આ બનાવ પ્રશ્ને માંગરોળ પોલીસ મથકે ફરિયાદ આપતા માંગરોળ પોલીસે FIR દાખલ કરી છે, ફરિયાદમાં જણાવાયું છે કે ભુપેન્દ્ર ઉર્ફે સેવતુંભાઈ વસાવાના ઘર અને પાછળના ભાગે ઓપરેશન ટીમે રેડ કરતાં વિદેશી દારૂની વહીસ્કી તથા બિયરટીનના કુલ બાવન બોક્ષ જેમાં ૧૮૭૨ બોટલો જેની અંદાજીત કિંમત ૨,૯૦,૪૦૦ રૂપિયા થાય છે, આ દારૂનું છુટક વેચાણ કરવા માટે દિનેશ લક્ષમણ વસાવા પાસેથી મગાવ્યો હતો,આ માલ દિનેશભાઇની પીકઅપ ગાડીમાં શિવો ગામીત આપી ગયો હતો. પોલીસે ભુપેન્દ્ર ઉર્ફે સેવતુભાઈ વસાવાની ઉપરોક્ત મુદ્દામાલ તથા એક મોબાઈલ જેની કિંમત ૫૦૦ ઘણી આ તમામ મુદ્દામાલ સાથે અટક કરી હતી , જ્યારે દિનેશભાઈ વસાવા અને શિવાભાઈ ગામીતને વોન્ટેડ જાહેર કરી આ ગુનાની તપાસ ઉમરપાડા પોલીસ મથકનાં પી.એસ.આઇ. કે. ડી. ભરવાડને આપવામાં આવી છે , ઉમરપાડા પોલીસે અટક કરાયેલા આરોપીને કોરોનાં ટેસ્ટ માટે આજે તારીખ ૯ મી ઓક્ટોબરના રોજ લઈ જવામાં આવ્યો હતો.

Exit mobile version