Site icon Gramin Today

મહુવેજ ગામની સમ્રાટ હોટલની માલિકીની જમીનમાં ટેન્કરમાંથી ડાયરેકટ ડીઝલનું વેચાણ કૌભાંડ ઝડપાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

માંગરોળ તાલુકાનાં મહુવેજ ગામે સરકારી દફતરે નોંધાયેલ બ્લોક નંબર ૫૦૯, જૂનો બ્લોક નંબર ૬૮૮ વાળી જમીન શાદુર્લસિંહ ભરતસિંહ વશીના નામે ચાલે છે, આ જમીનમાં હોટલ સમ્રાટ આવેલી છે આ હોટલની માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતે ટેન્કર નંબર જીજે-૧૨ – એ ઝેડ- ૭૯૬૪ માં કુલ ૨૪ હજાર લીટર ડીઝલ આવ્યું હતું, જે માંથી ૨૩૩૬.૬૬ લીટર ડીઝલનું ગેરકાયદેસર રીતે કોઈ પણ જાતનાં બીલ આપ્યા વીનાં વેચાણ કર્યું છે, આ જમીન માલીકે ભાડા પેટે રાખેલી એવું જણાવે છે, પણ કોઈ ભાડા કરાર રજૂ કર્યો નથી, આ જમીનમાં ટેન્કર માંથી ડીઝલનું ડાયરેકટ છૂટક તેઓશ્રીના વાહનમાં ભરતા હતા,પણ વેચાણ કરતા ન હતા ,પરંતુ ટેલીફોનિક સંદેશો મળતાં ૧૫ લાખનું ટેન્કર,૧૬,૫૨,૦૪૬ રૂપિયાનું કિંમતનું ડીઝલ,૨૦ હજાર રૂપિયાનું ડીઝલ ભરવાનું મશીન મળી કુલ ૩૧,૭૨,૦૪૬ રૂપિયાનો મુદામાલ માંગરોળના ઇન્ચાર્જ મામલતદાર દિનેશભાઇ ચૌધરીએ આ તમામ માલ સીઝર કરી,રીલાયન્સનાં શબ્બીરભાઈ ચૌધરીને બીજો હુકમ ન થાય ત્યાં સુધી સીઝર કર્યો છે.

Exit mobile version