Site icon Gramin Today

મહિલા અભ્યમ્ 181 ની ટીમે આપઘાત કરતાં મહિલાને કાઉન્સેલિંગ કરી કુટુંબીજનોને સુપ્રત કર્યા:

શ્રોત :  ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત

નવસારીનાં મહિલા અભ્યમ્ 181 ની ટીમે આપઘાત કરતાં અજાણ્યા મહિલાને કાઉન્સેલિંગ કરી કુટુંબીજનોને સુપ્રત કર્યા:

નવસારીના કોઈ સજ્જન નાગરિક દ્વારા ૧૮૧ માં ફોન કરી જણાવેલ કે કોઈ અજાણ્યા બહેન વેરાવળ પુલ પાસે છલાંગ મારી છે હાલ તેમને બહાર કાઢી બચાવી લીધા છે પરંતુ કોણ અને ક્યાંના છે?  કસું જણાવતા નથી તેઓને મદદ ની જરૂર છે.

ત્યારે મહિલા અભ્યમ્ 181 ની ટીમ તાત્કાલિક જણાવેલ સ્થળ પર પહોંચી પીડિત મહિલા સાથે કોઉન્સિલિંગ કરતા જણાવેલ કે તેઓ નવસારીના છે અને તેઓ ઘર કામ કરવા માટે ગયા હતા ત્યાંથી કઇ રીતે આવી ગયા તે ખબર નથી તેમ જણાવતા હતા જેથી તેમને મેડિકલ ટીટમેન ની જરૂર હોય તો 108 ને બોલાવીએ પરંતુ હાલ હું સારી છું તેમ જણાવતા તેમના પડોશમાં રહેતા 2 ભાઈ પણ આવેલ જેથી તેમના ઘરે લઈ જઈ તેમનું ફરી કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ ક તેઓ 10 દિવસ થી બીમાર હતા તાવ અને શરીર દુખતું હોવાથી મેડિસીન, દવા પણ લઇ આવિયા પરંતુ સારું નઇ થતા વાઇરસ નો ડર લાગતા કામેથી નીકળી ગયેલ જેથી બહેન ને સમજાવેલ કે આપણે ડરવાની જરૂર નથી આ રોગ થી પણ સારા થવાય છે પરંતુ આપણે થોડી કાળજી લેવાની અને હાલ ઘરમાં રહી ઘરેલુ ઉપચાર બાબતે માહિતી આપી અને સાંત કરી તેમના સાસુ ને સોંપતા તેઓ એ 181 ટીમે નો આભાર માન્યો હતો.

ત્યારે અભ્યમ્ 181 અભયમ દ્વારા કોરોના મહામારી થી ડરી ગયેલ મહિલાને તેના પરિવાર સુધી સહી સલામત પહોંચાડી 24 કલાક સાત દિવસની તેમજ ફરજ સેવા સલામતી સુરક્ષાનું પ્રસંશનીય કામગીરી કરી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Exit mobile version