Site icon Gramin Today

મહિલા અભયમ-૧૮૧ દ્વારા ડાંગમાં “મહિલા કાનૂની દિવસ”ની ઉજવણી કરાય.

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ 

આહવા: મહિલા સશક્તિકરણ પખવાડિયા ની ઉજવણીનાં ભાગરૂપે અભયમ 181મહિલા હેલ્પલાઇન નવસારી તરફથી અડદા ગામ મા વેબિનારના માધ્યમથી મહિલા કાનૂની દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સિટી કોર્ટ ના ડિસ્ટ્રિક્ટ જ્જ ર્ડો. જ્યોત્સ્નાબેન યાજ્ઞિક મેડમે વેબિનાર ના માધ્યમ થી માહિતી આપતાં જણાવેલ કે ભારતીય બંધારણમા નાગરિકો ને જે અધિકાર આપવામાં આવેલ છે તેમાં મહિલાઓ માટે મફત કાનૂની સહાય મેળવવાનો, ભરણપોષણ મેળવવાનો, સામાન ન્યાય મેળવવાનો અંગેની મહિલાઓ માટે વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલ છે આ ઉપરાંત તેઓ ર્ડો. જ્યોત્સ્નાબેન યાજ્ઞિક મેડમએ ઘરેલુ હિંસા, મૈત્રી કરાર, દહેજ વિરોધી કાયદો, આપઘાત મા દુષ્પ્રેરણા વગેરે અનેક બાબતની મહત્વની જાણકારી મહિલાઓને  પુરી પાડવામાં આવી હતી. 

ડાંગ અભયમ કાઉન્સલર દીપીકા ગામીત 181 મહિલા હેલ્પલાઇન મહિલાઓની સેવા અને સુરક્ષા ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત મહિલા અભયમ-૧૮૧  મહિલાઓના બચાવ અને સુરક્ષા  માટે 24 કલાક કાર્યરત અભયમ હેલ્પલાઇન વિશે માહિતી આપતા જણાવેલ કે કોઈપણ મહિલા આપત્તિના સમયે ટોલ ફ્રી 181 નંબરમાં કોલ કરી મદદ, માહિતી અને બચાવ મેળવી શકે છે, અને સાથે વિભાગની અન્ય મહિલા સુરક્ષા અને સેવાને લગતી એપ્લીકેશન સરકાર દ્વારા ગુગલ  પ્લે-સ્ટોરમાં ઓનલાઈન  ઉપલબ્ધ છે, જેઓ મહિલા,યુવતીઓ પોતાની પાસે એન્ડ્રોઇડ મોબાઈલ ઉપયોગ કરે છે તો તેઓ  પોતાના મોબાઇલમાં અભયમ મોબાઇલ એપ ડાઉનલોડ કરીને મહિલા અભયમની સેવાનો  લાભ મેળવી શકે છે.

Exit mobile version