Site icon Gramin Today

ભારતીય બંધારણ દિનની અભયમ-181 મહિલા હેલ્પલાઇન ડાંગ દ્વારા થયેલ ઉજવણી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

ડાંગ જીલ્લાનાં વડા મથક આહવા ખાતે ભારતીય બંધારણ દિવસની 181મહિલા હેલ્પલાઇન ડાંગ તરફથી થયેલ ઉજવણી:

આજે 26 નવેમ્બર ના રોજ બંધારણ દિવસ તરીકે ની ઉજવણી કરવામાં આવે છે, ડાંગ જીલ્લાની અભયમ 181મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા આજે આહવા મથકે બંધારણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારત ના બંધારણ ના સિદ્ધાંતો સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારો વિષે ચર્ચા કરવામાં આવી હતી અને બંધારણનું આમુખ વાંચન કરાવવામાં આવ્યું હતું અને આમુખ વિષે સમજ આપવામાં આવી હતી, અને ભારત દેશનાં એક આદર્શ નાગરિક તરીકે તેનું પાલન કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહિલા અભયમ ટીમ સાથે અનેક અધિકારીઓ હાજર રહયા હતાં.

Exit mobile version