શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી, નર્મદા સર્જન વસાવા
ભાજપનું ઝઘડિયા તાલુકા પ્રતિનિધિઓનું મંડળ ઝઘડિયા પુર અસરગ્રસ્તોના વહારે દોડી આવ્યાં :
ભરૂચ, નર્મદા: નર્મદા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે નર્મદા નદીના પ્રવાહમાં વધારો થતાં. ભરૂચ અને નર્મદા જિલ્લામાં સરદાર સરોવર નર્મદા ડેમનું પાણી છોડવામાં આવતા પુરનું તાંડવ સર્જાયું છે, જેના કારણે ઘણા આદિવાસી પરિવારો ઘરવિહોણા બન્યા છે, અને ભરૂચ જીલ્લાનાં ઝઘડિયા તાલુકાના નદી કાંઠા વિસ્તારો માં પણ પાણી ફરી વળતા લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા હતા, અને ખેડૂતોના પોકોને પણ લાખો, કરોડોનું અધધ નુકસાન થવા પામ્યું છે, લોકોનું જનજીવન બદ્તર બન્યું છે, એવા સમયે BJP ઝઘડીયા વિધાન સભાના મહામંત્રી શ્રી.દિનેશભાઈ વસાવા, ઝઘડીયા તા.આ. વિ.મંડળના સભ્ય શ્રી.ભુપેન્દ્રભાઈ રાઠોડ, ભરૂચ જિ.પં.નાં સભ્ય શ્રી.જગદીશભાઈ રાઉપસિંગ રુંડ ગામના સરપંચ વિક્રમસિંહ તથા નિરંજનભાઈ અને અન્ય કાર્યકર મિત્રો એ નદી કાંઠાના ગ્રામજનોની મુલાકાત કરી હતી અને પૂરગ્રસ્ત લોકોને નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરી હતી તેમજ અન્ય જરૂરી સામગ્રીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.