Site icon Gramin Today

બાઈક રોમિયો પીછો કરતા ગભરાયેલ મહિલાએ અભયમ-૧૮૧ હેલ્પલાઇનની મદદ મેળવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વલસાડ,ડાંગ રામુભાઈ માહલા

પારડીમાં બાઈક રોમિયો પીછો કરતા ગભરાયેલ મહિલાએ અભયમ-૧૮૧ મહિલા હેલ્પલાઇન વલસાડ ની મદદ મેળવી હતી,     વલસાડ જિલ્લાનાં પારડી થી ઉડવાડા ખાતે નોકરી અર્થે જતાં  એક મહિલા કર્મચારીની એક બાઈક રોમિયો દરરોજ પીછો કરતો હતો જેથી ગભરાયેલ મહિલા એ 181મહિલા હેલ્પલાઇન મા કોલ કરી મદદ માંગી હતી, તરત અભયમ રેસ્ક્યુ ટીમ વલસાડ ની આ મહિલાનાં જણાવ્યા અનુરૂપ યોગ્ય તપાસ હાથ ધરી હતી અને  આજરોજ યુવક ને પકડી પારડી પોલીસ સ્ટેશન મા રજૂ કરવામાં આવ્યો હતો, આ યુવકને સબક આપ્યો હતો.
મળતી માહિતી મુજબ યાસ્મિન નામની મહિલા ઉડવાડા ખાતે બુકિંગ ની કામગીરી કરે છે તેઓ ઘરે થી નોકરી ના સ્થળે સવારે નીકળે ત્યારે કેટલાક દિવસ થી એક બાઈક રોમિયો તેમનો પીછો કરતો હતો જેથી ગભરાયેલ મહિલાએ હિંમત કરી અભયમ 181 મહિલા હેલ્પલાઇન મા કોલ કરી પોતાને મદદ માટે જણાવતા વલસાડ અભયમ ટીમ પીછો કરી રહેલ બાઈક રોમિયો ને મહિલા ની સમય સુચકતા થી ઝડપી પડ્યો હતો, તેને અભયમ ટીમ દ્વારા રોમિયો ને સમજાવવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેણે કોઈ ગંભીરતા ના લેતા અને મહિલા ને કાયમી રક્ષણ મળી રહે તે માટે પારડી પોલીસ સ્ટેશન મા રજૂ કરવામાં આવ્યો હતો.

Exit mobile version